સોનગઢ પોલીસે દોણ ગામમાંથી કારમાં ભરેલ દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા હતા.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૯,૦૬,૬૨૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સોનગઢના દોણ ગામે દાદરી ફળીયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર ભીમસીંગ ઉર્ફે ગિમ્બીયા શરાદીયા ગામીત પોતાના સુબાવળના ખેતરમાં આવેલ છાપરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી રાખી,તેના સાગરીતો મારફતે કાર્ટીંગ કરાવવાની તૈયારી કરી રહેલ છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ દાદરી ફળિયા ખાતે રેડ કરી હતી.તે વેળાએ ત્યાં ભીમસીંગ ઉર્ફે ગિમ્બીયા શરાદીયા ગામીત (રહે.દોણ, દાદરી ફળીયુ. તા.સોનગઢ જી.તાપી)
તથા સુરેન્દ્ર ગોપાલગામીત (રહે.સાંઢકુવા, નિશાળ ફળીયુ. તા.સોનગઢ જી.તાપી) છાપરામાંથી મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી. નં-GJ-16-A-3623 અને સ્કોડા કંપનીની રેપીડ કાર રજી.નં-GJ-18-BC-0938 માં દારૂના બોક્સ મૂકી રહ્યા હતા.ત્યારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ બંને ઇસમોની અટકાયત કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો (બોટલ નંગ-૪૪૪) જેની કિંમત રૂપિયા ૯૬,૬૨૦/- તથા મોબાઇલ જેની કિંમત રૂપિયા ૧૦ હજાર તથા કાર નંગ -૨ જેની કિંમત રૂપિયા ૮ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૯,૦૬,૬૨૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને લક્કી બિયર બારના નરેશ રમેશ ગાવિત (રહે.નવાપુર, તા.નવાપુર, જી.નંદુરબાર મહારાષ્ટ્ર) તથા કાકા વાઇન શોપમાં કામ કરતો એક ઇસમ જેના નામઠામની ખબર નથી તથા દારૂનો જથ્થો મંગાવનાર યાકુબ ગામીત (રહે.તારપાડા, તા.સોનગઢ, જી.તાપી)તથા વરૂણ ગામીત (રહે.ખડકા ચીખલી, તા.સોનગઢ, જી.તાપી) તથા જયરાજ ઉર્ફે ટિકલો સંજય ગામીત (રહે.ચોરવાડ, તા.સોનગઢ, જી.તાપી) એમ મળી કુલ પાંચ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590