ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામમાં મોટર સાયકલ પર ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈ જતા 2 ની અટકાયત કરવામાં આવી હતી,તેમજ કુલ કિંમત રૂપિયા 94,900/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,એક બુલેટ મોટર સાયકલ પર બે ઇસમો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈને નવાપુરા થી નીકળેલ છે.જે બાતમીના આધારે ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો દ્વારા કટાસવાણ ગામની સીમમાં બેડકીનાકા પોલીસ નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.ત્યારે બુલેટ મોટર સાયકલ રજી.નં GJ-05-LZ-8261 આવતા તેની ચેકિંગ કરવામાં આવતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 10 મળી આવી હતી.જે બાદ પોલીસે બાઈક સવાર ગોપાલ આનંદ બડગુજર (હાલ રહે.ઘર નં-23 ગલી નંબર-09,આસપાસનગર-02 લિંબાયત સુરત,મૂળ રહે.માહેજી ગામ તા.પાંચોરા જી.જલગામ મહારાષ્ટ્ર) અને દિનેશ લુટન બડગુજર (રહે.A-5 102 તીરૂપતી બાલાજી ટાઉનશીપ નીયર સચિન જી.આઈ.ડી.સી.નાકા સુરત,)ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ દારૂનો જથ્થો જેની કિંમત 6400/- તથા મોબાઇલ નંગ 2 જેની કિંમત રૂપિયા 8500/- તથા બુલેટ મોટર સાયકલ જેની કિંમત રૂપિયા 80 હાજર એમ મળી કુલ કિંમત રૂપિયા 94,900/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590