વ્યારા હોસ્પિટલમાં દાખલ કરેલ પત્નીને મળી પરત ફરી રહેલા વૃદ્ધને અકસ્માત નડતા, વૃદ્ધ સહિત બે ના મોત થયા હતા.
સોનગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત - ધૂલિયા રોડ પર ટ્રક ચાલક રોંગ સાઈડના ટ્રેક પર પૂર ઝડપે અને બેફામ રીતે ટ્રક હંકારી લાવી ઉચ્છલ તરફ જતા બોલેરો જીપ ને અડફેટે લેતા બોલેરો સવાર સેલૂડ ગામના નુરજીભાઈ પોસલીયાભાઈ ગામીત અને સોમવેલભાઈ છગનભાઈ ગામીત બંને વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.અકસ્માત સર્જાય બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો.
ઉચ્છલ તાલુકાના સેલૂડ ગામના નુરજીભાઈ પોસલીયાભાઈ ગામીતના પત્નીને ફેફસાની બીમારી હોવાથી તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં છેલ્લા ચારેક દિવસથી સારવાર કરાવવા માટે દાખલ કરવામાં આવ્યા હતા.જેથી ફળિયામાં જ રહેતા સોમવેલભાઈ છગનભાઈ ગામીત કે જે માછલી નો વેપાર કરે છે તેથી દરરોજ સેલુડ ગામથી વ્યારા ખાતે માછલીના વેચાણ માટે જતા હોય છે, તેનો મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલ ગાડી નંબર- GJ-26-N-1646 માં નુરજીભાઈ તેમની પત્નીને મળવા માટે સોમવેલભાઈ સાથે વ્યારા હોસ્પિટલ ખાતે ગયા હતા.
ત્યારબાદ બોલેરો ફોર વ્હિલ નંબર GJ-26-N-1646 ની લઈને વ્યારાથી પોતાના ઘરે સેલુડ ખાતે આવતા હતા, ત્યારે ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતા સુરત-ધુલિયા હાઇવે પર આશીર્વાદ હોટલ નજીક વ્યારા થી સોનગઢ આવતા ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ નંબ૨ GJ-36-V-3362 નો ચાલક ( જેનુ નામ ઠામ જણાઇ આવેલ નથી. ) પોતાની ટ્રક રોંગ સાઈડના ટ્રેક પર પૂર ઝડપે અને બેફામ રીતે હંકારી લાવી, સોમવેલભાઈ છગનભાઈ ગામીતના બોલેરો ફોર વ્હીલ નંબર GJ-26-N-1646 સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં નુરજીભાઈ પોસલીયાભાઈ ગામીત (ઉ. વ.૭૨ રહે.દાદરી ફળીયું, ગામ. સેલુડ તા.ઉચ્છલ જી.તાપી)ને માથામાં ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું અને સોમવેલભાઈ છગનભાઈ ગામીત( ઉ. વ.૫૧,રહે.દાદરી ફળીયું, ગામ. સેલુડ તા.ઉચ્છલ જી.તાપી )નું માથું ફાટી ગયું હતું અને શરીર પર બીજી ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેમનું પણ ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.જોકે ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસમાં મથકે નોંધવામાં આવી હતી.તેમજ આગળની કાર્યવાહી સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590