મહેશ પાડવી - ઉચ્છલ : ઉચ્છલના ગવાણ ગામમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી બે ઘર ખાખ થતા ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીત એ સ્થળની મુલાકાત લીધી હતી.ઉચ્છલ તાલુકામાં આવેલ ગવાણ ગામમાં ગત તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રિના સમયે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. અચાનક આગ લાગવાથી 2 ઘર બળી ને ખાખ થઇ ગયા હતા.ઘટનાની જાણ નિઝરના ધારાસભ્ય ડો.જયરામ ગામીત ને થતા તેઓ સ્થળ તપાસે આવ્યા હતા. તેમજ ઘર આગમાં ખાખ થઈ જવાથી જે નુકસાન થયું હોય,તેની સહાય ચૂકવવામાં આવશે તેવી બાંહેધરી ધારાસભ્યએ આપી હતી. તેમજ તેઓ પોતે પણ તેમાં સહાયરૂપ થશે એવું આશ્વાસન આપ્યું હતું.
નિઝર ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત સાથે મોહિની જિલ્લા પંચાયતના સભ્ય જાલમસિંગભાઈ વસાવા તેમજ ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ યાકુબભાઇ ગામીત પણ હાજર રહ્યા હતા.અને જિલ્લા પંચાયતના સભ્ય જાલમસિંહભાઈ વસાવા એ સહાય કરવાની જવાબદારી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590