સોનગઢના સોનારપાડા ગામમાં સુરત ધુલિયા નેશનલ હાઇવે પરથી મનિષભાઇ છગનભાઇ ગામીત અને સુરજીભાઇ ઇસરીયાભાઇ ગામીત બજાજ કંપનીની મોટર સાયકલ નં.GJ -26-AD-1450 પર સવાર થઈ પસાર થઈ રહ્યા હતા ,ત્યારે ટ્રક નં.GJ-06-BT-8139 ના ચાલકે બંને બાઈક સવારને અડફેટે લેતા બાઇક સવાર બંને યુવકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યું હતું.
વ્યારા ખાતેથી પોતાનું કામ પૂરું કરી મનીષભાઈ છગનભાઈ ગામીત (ઉ.વ.૪૬ ,રહે. નિશાળ ફળિયુ, ગાયસાવર ગામ તા.સોનગઢ જી.તાપી ) અને સુરજીભાઇ ઇસરીયાભાઇ ગામીત (ઉ. વ.૬૦) બજાજ કંપનીની મોટર સાયકલ નં.GJ -26-AD-1450 પર સવાર સોનગઢ તરફ રવાના થયા હતા.તે સોનારપાડા ઇદગાહની સામે, સુરત-પિલીયા હાઇવે રોડ નં.૫૩ ઉપરથી પસાર થઈ રહ્યા ત્યારે નં.GJ-06-BT-8139 ના ચાલકે પોતાના કબ્જાના ટ્રકને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતાં બાઇક સવાર બંને ઈસમોને અડફેટે લીધા હતા.અકસ્માતમાં મનિષભાઇના માથામાં શરીરે ગંભીર ઇજા પહોંચી હતી તથા સુરજીભાઈ પર ટ્રક ચાલી ગયેલી હોય ,જેથી બંને વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યા હતા.જોકે ટ્રક ચાલક ટ્રક હંકારીને નાસી છૂટ્યો હતો.આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવી છે, તેમજ ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590