ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામમાં જુગાર રમાડતા આનંદ વસાવા ની અટક કરવામાં આવી હતી ,તેમજ પોલીસે કુલ રૂ. ૭૧૩૦/- નો મુદ્દામાલ કબજે કરી,એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામમાં દવાખાના ફળિયામાં આનંદભાઈ ફુલસીંગભાઈ વસાવા (ઉ. વ.૪૨ રહે. દવાખાનુ ફળિયુ ગામ.ચઢવાણ તા.ઉચ્છલ જી.તાપી )તેમના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં મુંબઇથી નીકળતા વરલી મટકાના બજાર ના અંકો ઉપર હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા.ત્યારે પોલીસે રેડ કરી સ્થળ પરથી આનંદ વસાવા ની અટક કરી હતી.તેમજ પોલીસને સ્થળ પરથી રોકડા રૂ.૨૧૩૦/- થતાં એક મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૭૧૩૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તેમજ મુંબઇ થી નીકળતા અંકો લખનાર દિપકભાઇ જીવાભાઇ વસાવા (રહે.મોહપાડા ગામ તા.ઉચ્છલ જી.તાપી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.આ અંગેની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે નોંધી, પોલીસે વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590