Latest News

નેશનલ રોડ સેફ્ટી મંથ -૨૦૨૫ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ

Proud Tapi 15 Jan, 2025 06:51 AM ગુજરાત

૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી-સુરતના અધ્યક્ષ બ્રિજેશ વર્મા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન રોડ સેફ્ટી અંગે સ્કૂલ-કોલેજો અને જાહેર કાર્યક્રમોમાં લોકોને જાગૃત્ત કરવામાં આવે છે. ખાસ કરીને ઉતરાયણ પર્વમાં વાહનચાલકોને પતંગની ઘાતક દોરીથી બચાવવા દર વર્ષે ‘સેફ ઉતરાયણ’ કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ સુરતમાં તા ૦૬ થી ૧૩ જાન્યુ. દરમિયાન સુરત પોલીસ અને સ્થાનિક આગેવાનોની મદદથી મુખ્ય ટ્રાફિક જંક્શન પર વાહન ચાલકોને રોડ સેફ્ટી, હેલ્મેટ, સીટ બેલ્ટનું મહત્વ સમજાવી ગળાની સલામતી માટે અનોખા મટીરીયલમાંથી બનાવેલ નેક સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું, સુરત શહેર-જિલ્લા, નવસારીમાં કુલ ૫૦ હજાર નેક સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું, સુરતના અઠવાલાઇન્સ ચોપાટી ટ્રાફિક ઓફિસ, SVNIT ચાર રસ્તા, અઠવાગેટ, સચિન ચાર રસ્તા, પ્રાઈમ આર્કેડ, આરટીઓ પાલ ઉમરા બ્રિજ, સ્ટાર બજાર પાસે, ગુજરાત ગેસ સર્કલ, પાલનપુર પાટિયા, મોરાભાગળ, ઓએનજીસી ચાર રસ્તા(એસ.કે.નગર), કામરેજ ચાર રસ્તા, ગોટાલાવાડી ચાર રસ્તા, ગજેરાસર્કલ-રત્નમાલા સર્કલ, આયુર્વેદિક હોસ્પિટલ પાસેના ચાર રસ્તા, વેડ દરવાજા, અમરોલી ચાર રસ્તા, ઓલપાડ, ભાગળ ચાર રસ્તા અને તા:૧૨ અને ૧૩ જાન્યુ.ના રોજ ઉધના, ડિંડોલી, વરાછાના વિસ્તારો, રોકડિયા હનુમાન ચાર રસ્તા, ઉધના દરવાજા, પિયુષ પોઈન્ટ, કાપોદ્રા ચાર રસ્તા, હીરાબાગ સર્કલ, સરથાણા ચાર રસ્તા તેમજ સાઈ પોઇન્ટ ડિંડોલી, પર્વત પાટિયા વિસ્તારોમાં સેફ્ટી બેલ્ટ પહેરાવી સમજૂતી આપવામાં આવી હતી. આ વેળાએ આર.એસ.પી.સંસ્થાના હરીશ પાઠક, આર્યન વર્મા, JCI સુરતના પ્રશાંત શાહ અને ટીમ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પીએલવી કિરીટ સાવલીયા, સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ, શોકતભાઈ મિર્ઝા, ધર્મેશ લાપસીવાલા, મનોજ સુરી, ભુપેન્દ્ર શાહ આ સેવાકાર્યમાંયોગદાન આપ્યું હતું.    

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post