તાપી જિલ્લાના સાત તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે.વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી નદીઓમાં નવા નીર આવ્યા છે.તાપી જિલ્લાના કુકરમુંડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેને લઈને કુકરમુંડા તાલુકાના કેવડામોઇ,મોરંબા,પાણીબારા,ગોરાસા,તોરંદા ગામમાં પાણી ભરાયા હતા.આ વિસ્તારમાં પાણી ભરાતા અહીંના રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.પહેલા વરસાદમાં જ રસ્તાઓ પણ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે.જેના કારણે તંત્રની પોલ ખુલ્લી પડી છે.બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે.ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં આજે સાતેય તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વ્યારા,વાલોડ,ડોલવણ અને કુકરમુંડા તાલુકામાં વરસાદ પડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,મહારાષ્ટ્રના અક્કલકુવા વિસ્તારમાં પડેલા ભારે વરસાદનું પાણી કુકરમુંડા તાલુકાના ગામો માંથી પસાર થઈ તાપી નદીમાં જતું હોય છે.અક્કલકુવા ના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા કુકરમુંડા તાલુકાના ગામોમાં પાણી ભરાઈ જતું હોય છે.ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590