આગામી ચોમાસા ને અનુલક્ષીને તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પ્રિમોનસુનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે વ્યારા નગરપાલિકા દ્વારા ડ્રેનેજ વ્યવસ્થા, ગટર, નદી સાફ-સફાઈ વગેરેની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ માટે ખાસ વ્યારા નગરપાલિકા માં કુલ સાત વોર્ડમાં સાત સેનિટેશન સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ દ્વારા નગરના જે-તે વોર્ડમાં આવેલા વરસાદી ચેમ્બરો, ગટરો, ગરનાળાની સફાઇની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે. નગરમાં ચોક-અપ થયેલ વરસાદી ચેમ્બર ને જેટીંગ મશીન દ્વારા ચાલુ કરી ખુલ્લા કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, વ્યારા નગરપાલિકા વિસ્તારની આશરે ૬૦ થી ૬૫% જેટલી પ્રિમોનસુન કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. બીકીની પ્રિ-મોન્સુન કામગીરી હાલમાં ચાલુ છે. તેને ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે એમ ચીફ ઓફિસર વ્યારા દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590