Latest News

તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ જન જાગૃતિની પ્રવૃતિઓ યોજાઇ

Proud Tapi 12 May, 2023 06:09 PM ગુજરાત

સ્વચ્છતા રેલી, શેરી નાટક, જાહેર સ્થળો- ધાર્મિક સ્થળો ની સાફ-સફાઇ, સ્વચ્છતા સંવાદ, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

66 ગામોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નાચતે-ગાજતે લાભાર્થીઓએ 147 આવાસોમાં પ્રવેશ કર્યો


તાપી જિલ્લામાં વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 13681 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાંથી આજરોજ “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના ૬૬ ગામોમાં 147 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જન જાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

જેમાં વહેલી સવારે પ્રભાતફેરી /સ્વચ્છતા રેલી સ્વચ્છતા સંદેશ ની પ્રવૃતિઓ, ગામના વિવિધ વિસ્તારોની સાફસફાઇ જેમાં જાહેર સ્થળો જેવા કે પંચાયતઘર, પોસ્ટ ઓફિસ, બેંક, શાળા, આંગણવાડી, સબસેન્ટર(PHC), પશુ દવાખાના, દૂધ સહકારી મંડળી વગેરેની સાફસફાઇ, ધાર્મિક સ્થળોની સફાઈ, નદીઓ, તળાવો વગેરે જેવા જળાશયોની આસપાસ વૃક્ષારોપણ, સ્વચ્છતા જાળવવા અંગે શપથ, શેરી નાટક, પ્રાકૃતિક ખેતી અંગે વાર્તાલાપ, ભજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી પ્રવૃતિઓ વિવિધ ગામો ખાતે કરવામાં આવી હતી.

આ સાથે જિલ્લામાં 66 ગામોમાં લોકાર્પણ થયેલા 147 આવાસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આદિવાસી નૃત્ય, ભજન, ઢોલ નગારા વગાડી સમગ્ર ગામોમાં લગ્ન જેવો માહોલ  સર્જાયો હતો. અને લાભાર્થીઓએ હર્ષ ઉલ્લાસ સાથે નાચતે-ગાજતે નવા આવાસમાં પ્રવેશ મેળવ્યો હતો. 

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post