ડોલવણ તાલુકાના ધાંગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રમોદભાઈ પટેલ શાળામાં સતત ગેરહાજર રહેતા હતા , તેમની બદલી અંગે ગ્રામજનોએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધાંગધ્રા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના મદદનીશ શિક્ષક તરીકે પ્રમોદભાઈ બુધાભાઇ પટેલ ફરજ બજાવે છે.પરંતુ પ્રમોદભાઈ છેલ્લા ૧ વર્ષથી શાળાએ સતત અનિયમિત આવતા જોવા મળી રહ્યા છે.જેના કારણે બાળકોને પાયાનું શિક્ષણ પણ યોગ્ય રીતે પ્રાપ્ત થતું નથી.શિક્ષકની અનિયમિતતાને કારણે આશરે ૨૫ જેટલા વિધાર્થીઓએ બીજી શાળામાં એડમિશન લીધા છે.આવા શિક્ષકોને કારણે આદિવાસી બાળકોના અભ્યાસ પર માઠી અસર થઈ રહી છે.
આ અગાઉ ગત તારીખ ૪-૮-૨૦૨૨ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને શાળાની SMC સમિતિ, આગેવાનો સાથે મળી રુબરુ રજુઆત કરી હોવા છતાં પણ શિક્ષક પ્રમોદભાઈ સામે કોઈ પણ કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા ન હતા.જે બાદ શિક્ષકે હાજર થવાની બાંહેધરી આપી હતી,પરંતુ તેઓ શાળાએ અનિયમિત જોવા મળી રહ્યા છે.
આ અંગે ગ્રામજનો અને આગેવાનો એ મળીને જિલ્લા શિક્ષણ અધિકારી તાપી ને તા.૪-૫-૨૦૨૩ ના રોજ રજુઆત કરી છે.કારણે કે હવે આવા અનિયમિત શિક્ષક ને SMC સમિતિ તથા વાલીઓ હાજર કરવા માંગતા નથી.ગ્રામજનો,SMC સમિતિ,ગામના આગેવાનો એ રજૂઆત કરી છે કે,આદિવાસી બાળકોના ભવિષ્ય ને ધ્યાનમાં લઈ,સતત ગેરહાજર રહી શિક્ષક વિદ્યાર્થીઓના -ભવિષ્ય સાથે ચેડા કરતા જોવા મળી રહ્યાં છે, તેથી તાત્કાલિક ધોરણે શિક્ષકની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590