Latest News

વ્યારા પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે વ્યારામાં જુગાર રમતા ૧૪ ને ઝડપી ,એક વોંટેડ

Proud Tapi 21 May, 2023 02:56 PM ગુજરાત


ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે ખાનગી બાતમીના આધારે વ્યારા ખાતે કાકરાપાર રોડ પાસે આવેલ દાદાજી સર્કલની પાસે પતરાના શેડ નીચે ચાની લારી પાસે તેમજ દુકાનોની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા હોય જે બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી .ત્યારે  બે આરોપીઓ રાઇટીંગ પેડ લઈ પૈસાની લેતી દેતી કરી કંઈક લખતા મળી આવ્યા હતા.તેમજ રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે  ૧૪ જેટલા આરોપીઓને રંગે હાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા.રેડ દરમિયાન ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રોકડા રૂપીયા ૪૧,૧૭૫/- તથા મોબાઈલ ફોન નંગ-૦૮ કિ.રૂ ૨૬,૫૦૦/- તથા ટુ વ્હીલર વાહનો નંગ-૦૩ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૬૭,૬૭૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વરલી મટકાનો પૈસાનો  હાર જીતનો જુગાર રમાડનાર મુખ્ય આરોપી જીગોમાછી ઉર્ફે જીગનેશભાઇ રામુભાઈ ઢિમ્મર ને વોન્ટેડ જાહેર કર્યો છે.

જુગાર રમતા પકડાયેલા આરોપીઓ

(1) મોહનભાઇ વિરજીભાઇ ગામીત (રહે.કાકરા પાર રોડ,ગામ. રામપુરા નજીક,તા. વ્યારા,જી.તાપી )
(2) કિશનભાઇ ભિખાભાઇ ગામીત ( રહે.કણઝા ફાટક પાસે,ગામ. વ્યારા,તા. વ્યારા જી.તાપી )
(૩) પ્રાંતભાઈ કિશનભાઇ ગામીત ( રહે.કણજા ફાટક પાસે,ગામ. વ્યારા,તા. વ્યારા જી.તાપી )
(4) સાબીર ઉસ્માન કાકર (રહે.મગદુમ નગર દાદાજી ચોક પાસે,ગામ. વ્યારા તા. વ્યારા જી. તાપી )
(5) અસ્પાક મોહમદ કાકર ( રહે.મગદુમ નગર દાદાજી ચોક પાસે,ગામ. વ્યારા,તા. વ્યારા જી.તાપી )
(6) અસ્પાક જાકીર શા ફકીર ( રહે.મગદુમ નગર દાદાજી ચોક પાસે,ગામ. વ્યારા તા. વ્યારા જી. તાપી )
(7) રાહુલભાઈ રમેશભાઈ ચૌધરી (રહે.માછીયા ફળિયું . ગામ. સિસોર તા. સોનગઢ જી.તાપી )
(8) હારૂન શાહ ગુલર શાહા (રહે.મગદુમ નગર દાદાજી ચોક પાસે ,ગામ. વ્યારા,તા. વ્યારા જી. તાપી )
(9)ઇકબાલ હુસેન ફકીર (રહે.મગદુમ નગર દાદાજી ચોક પાસે,ગામ. વ્યારા,તા. વ્યારા જી. તાપી )
(10) રીતેષભાઇ જગદીશભાઇ ગામીત (રહે.બેડકુવા નજીક ગામ.બેડકુવા નજીક,તા. વ્યારા જી. તાપી )
(11)સિકંદર મજીદ કુરેશી (રહે.કણઝા ફાટક દાદાજી સર્કલની બાજુમાં,ગામ. વ્યારા,તા. વ્યારા જી. તાપી )
(12)દિલીપ બાલુભાઇ ગામીત (રહે.ખડકલી ફળીયુ,ગામ. સરકુવા,તા. વ્યારા જી.તાપી )
(13) આશિદ સલીમભાઇ કાકર (રહે.મગદુમ નગર દાદાજી ચોક પાસે,ગામ. વ્યારા,તા. વ્યારા,જી. તાપી )
(14) પ્રગ્નેશ દિલીપભાઇ ગામીત (રહે.ડુંગરી ફળિયુ,ગામ. તાડકુવા,તા. વ્યારા,જી. તાપી )

વરલી મટકાનો પૈસાનો  હાર જીતનો જુગાર રમાડનાર મુખ્ય વોન્ટેડ આરોપી

(૧ )જીગોમાછી ઉર્ફ જીગનેશભાઇ રામુભાઈ ઢિમ્મર (રહે.વ્યારા વૃંદાવાડી હાઇવે રોડ,ગામ.વ્યારા,તા.વ્યારા જી.તાપી )

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post