વાલોડના બુહારીની 26 વર્ષીય યુવતીએ ભરૂચના યુવક સાથે પ્રેમ સંબંધ તોડી દેતા,યુવકે અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપતા, મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વાલોડ તાલુકાના બુહારી ગામની 26 વર્ષીય યુવતી ત્રણેક વર્ષ પહેલાં તેની મોટી બહેનના ઘરે ભરૂચ ખાતે મહેમાન તરીકે રહેવા માટે ગઈ હતી.તે વખતે બનેવીના ભત્રીજો મોહંમદ સલમાન શેર મહમદ ખાન (હાલ રહે.ભરૂચ મૂળ રહે. મેહૌના ખાસ ગામ પોસ્ટ બરુન બજાર તા.ફૈજાબાદ જી.ફૈઝાબાદ ઉત્તર પ્રદેશ) એ બનેવીના ઘરે આવતો જતો હોવાથી યુવતી અને મોહંમદ સલમાન શેર મહમદ ખાન વચ્ચે મિત્રતા કેળવાતા મોબાઈલ નંબર ની આપ લે કરી હતી.જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.જેથી યુવતીએ વિશ્વાસમાં પોતાના અંગત ફોટો પણ આપી દીધા હતા.પરંતુ એક મહિના અગાઉ મોહંમદ સલમાન શેર મોહમદ બાબતે માહિતી મળતા તેની સાથે લગ્ન જીવનમાં સુખી જીવન ન જીવાય અને ઘરના સભ્યોના સમજાવવાથી યુવતી એ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો.
ત્યારે મોહમ્મદ સલમાન શેર મોહમદ એ યુવતીના મોટા ભાઇના નંબર ઉપર ફોન કરી યુવતીને કહ્યું હતું કે, મારી સાથે વાત કરી લગ્ન નહી કરે તો તને બરબાદ કરી દઇશ અને તારા ન્યુડ ફોટા મારી પાસે છે તે બધે વાયરલ કરી દઈશ.યુવકે આ પ્રકારે ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વાલોડ પોલીસ એ આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590