Latest News

માત્ર ગુજરાત જ નહી દુનિયાભરમાં ચકચાર મચાવનાર બિલકિસ બાનો કેસ શુ હતો ? જાણો સમગ્ર ઘટના

Proud Tapi 08 Jan, 2024 07:33 AM ગુજરાત

હિંસા પર ઉતરી આવેલા ટોળામાંથી અનેક લોકોએ પાંચ મહિનાની સગર્ભા બિલકિસ બાનો પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહી ટોળાએ બિલકિસ બાનોના પરિવારજનોની હત્યા કરી નાખી હતી. આ જધન્ય અપરાધનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યા આ કેસમાં એકમાત્ર જીવતી રહેલી બિલકિસ બાનોએ એકે એક નરાધમ એવા આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

ગુજરાતમાં 2002ના વર્ષમાં ઘટેલી એક ઘટનાએ, સમગ્ર રાજ્યને ભયાનક હિંસામાં ઝકડી લીધુ હતું. આ ઘટના હતી અયોધ્યાથી ગોધરા રેલવે સ્ટેશને આવેલ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગ લગાડવાની. કેટલાક તોફાની તત્વોએ, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન સાબરમતી એક્સપ્રેસના કોચ નબર એસ-6ને આગ લગાડી દીધી. જેમાં અયોધ્યાથી પરત ફરેલ રામભક્તો પૈકી 59 લોકોના જીવતા સળગી જવાથી મોત થયા હતા. આ ઘટના અંગેના સમાચાર વાયુવેગે સમગ્ર ગુજરાતમાં પ્રસર્યા હતા. જેના પ્રત્યાધાત સ્વરૂપે વિશ્વ હિંદુ પરિષદે બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું.

ગુજરાત બંધના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિસા ફાટી નીકળી હતી. અયોધ્યાથી પરત ફરેલા નિર્દોષ રામભક્તો સાથે બનેલ ઘટનાનો રોષ સમગ્ર ગુજરાતમાં હતો. જે લોકરોષ ચિનગારી સ્વરૂપે આખા ગુજરાતમાં ભડકી ઉઠી. ઠેર ઠેર આગજની, પથ્થરમારો, હિંસા, હત્યાના બનાવો બન્યા. ગુજરાતભરમાં ફાટી નીકળેલ કોમી રમખાણોની આગથી બચવા માટે બિલકીસ બાનો પોતાની પુત્રી અને પરિવાર સાથે ગામ છોડીને ચાલી ગઈ હતી. પરંતુ 3 માર્ચ, 2002ના દિવસે, આશરે 20 થી 30 લોકોના ટોળુ, હાથમાં તલવારો અને લાકડીઓ વડે બિલકિસ બાનો અને તેનો પરિવાર જે જગ્યાએ સંતાયો હતો તે સ્થળે પહોચ્યું હતું. જ્યા ટોળાએ હુમલો કર્યો.

હિંસા પર ઉતરી આવેલા ટોળામાંથી અનેક લોકોએ પાંચ મહિનાની સગર્ભા બિલકિસ બાનો પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહી ટોળાએ બિલકિસ બાનોના પરિવારજનોની હત્યા કરી નાખી હતી. આ જધન્ય અપરાધનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યા આ કેસમાં એકમાત્ર જીવતી રહેલી બિલકિસ બાનોએ એકે એક નરાધમ એવા આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. જેના પગલે, કોર્ટે બિલકિસ બાનો કેસમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ સમગ્ર કેસના ઘટનાક્રમ પર કરીએ એક નજર.
4 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના લિમખેડા પોલીસ મથકે બિલકિસ બાનો પર થયેલા સામુહિક બળાત્કાર અને હત્યાકાંડની ફરિયાદ નોંધાઈ

25 માર્ચે આ કેસમાં સમરી રિપોર્ટ ભરી દેવાયો

એપ્રિલ મહિનામાં બિલકિસ બાનોએ નેશનલ હ્યુમન રાઈટ કમિશનનો સંપર્ક કર્યો.

એપ્રિલમાં જ બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી.

ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે સ્ટેટ સીઆઈડીને ઈન્વેસ્ટીગેશન બંધ કરી દેવા હુકમ કર્યો.

ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોપવાનો આદેશ કર્યો.

જાન્યુઆરી 2004માં સીબીઆઈએ 12 લોકોની ઘરપકડ કરી.

ફેબ્રુઆરીમાં સીબીઆઈએ વચગાળાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો.

એપ્રિલમાં સીબીઆઈએ બે સરકારી ડોકટર અને 6 પોલીસ કર્મચારી સહિત 20 સામે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી.

મે મહિનામાં સીબીઆઈએ આખરી અહેવાલ સુપરત કર્યો.

જુલાઈમાં બિલકિસ બાનોએ આ કેસ ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં ખસેડવા માટે અરજી દાખલ કરી.

ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે, આ કેસ ગુજરાતને બદલે મુંબઈની સીબીઆઈ કોર્ટમાં તબદીલ કરવામાં આવ્યો.

જાન્યુઆરી 2005માં સીબીઆઈ કોર્ટે ચાર્જ ફ્રેમ કર્યો.

ફેબ્રુઆરીમાં બિલકિસ બાનોએ 12 આરોપીઓને ઓળખી બતાવ્યા.

21 જાન્યુઆરી 2008માં સીબીઆઈની સ્પેશીયલ કોર્ટે આ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી.

મે 2017માં ગુજરાત હાઈકોર્ટે ફરજ ન બજાવવા અને પુરાવાઓ સાથે ચેડા કરવા અંગે સરકારી કર્મચારી એવા આરોપીઓને દોષીત ઠરાવ્યા.

જુલાઈ 2017સુપ્રીમ કોર્ટે પોલીસ કર્મચારી અને સરકારી તબીબોએ, ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલા દોષીત સામે કરેલ અરજીને ફગાવી દીધી.

એપ્રિલ 2019 સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોને 50 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવા ગુજરાત સરકારને આદેશ કર્યો.

ઓક્ટોબર 2020માં બિલકિસ બાનોએ સુપ્રીમના આ હુકમ સામે સંતોષ ના હોવાની અરજી કરી. જો કે સુપ્રીમ કોર્ટે જવાબદાર તંત્રનો સંપર્ક કરવા કહ્યું.

ગુજરાતમાં ગોધરા ટ્રેન હત્યાકાંડના પગલે સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણો સમયે ધ્રુણાસ્પદ એવા બેસ્ટ બેકરી કાંડ, ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ અને બિલકિસ બાનો કેસ ચર્ચાસ્પદ બન્યા હતા. 

ગુજરાતમાં એ સમયે બનેલ અનેક ઘટના પૈકી સમગ્ર વિશ્વમાં આ ત્રણ ઘટનાઓએ ગુજરાતની શાંત રાજ્યની છાપને ખરડી નાખી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post