નિઝર તાલુકા પંચાયતના પ્રમુખને કયા કારણોસર પોતાનો લેટર પેડ નથી તેમ કહેવું પડ્યું..!
નિઝર તાલુકા પંચાયતના લેટર પેડ પર નિઝર તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખામાં ફરજ બજાવતા એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે મયુરભાઈ એમ. પટેલ, આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ધવલભાઇ ચૌધરી તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે કલ્પેશભાઈ ચૌધરી દ્વારા પોતાને લાભ થાય તે રીતે અને સરપંચો સાથે મળી બિલના ૧૦ ટકા સેટિંગ કરી રસ્તાના બિલોના નિકાલ કરવાના ગંભીર આક્ષેપો સાથે તેમની બદલી અન્ય તાલુકાઓમાં કરવા તાપી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ રજૂઆતના બે થી ત્રણ દિવસની અંદર જ નિઝર તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન દિલીપભાઈ વસાવે દ્વારા તે લેટર પેડ મારો નથી અને તેમાં કરવામાં આવેલી અહી પણ મારી નથી તેવું પ્રમુખ દક્ષાબેન એ એક ઇન્ટરવ્યૂમાં જણાવતા નિઝર તાલુકાનું રાજકારણ ગરમાયું હતું.
ઉલ્લેખનીય છે કે ,નિઝર તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ સામે આટલા મોટા ગંભીર આક્ષેપો નિઝર તાલુકા પંચાયતના પ્રમુખના લેટર પેડ પર કોણ અને કેમ કર્યા ? શું નિઝર તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખાના કર્મચારીઓ ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે કે કેમ ? તેવા અનેક પ્રશ્નો અહિયાં ઊભા થઈ રહ્યા છે,ત્યારે આ સમગ્ર મામલે તપાસ થવી ખૂબ જરૂરી છે.જો નિઝર તાલુકા પંચાયતના પ્રમુખ નો લેટર પેડ આ રીતે કોઈ કર્મચારીઓને બદનામ કરવા આપી શકે છે તો તેવા ઈસમ સામે કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે.
નિઝર તાલુકા પંચાયત કચેરીમાં ૨૦૨૨ /૨૩ ના વર્ષમાં થયેલા વિકાસના કામોની તપાસની કરવામાં આવે તો આ સમગ્ર ઘટના પરથી પડદો ઉઠી શકે તેમ છે.ત્યારે તાપી જિલ્લા વિકાસ આ બાબતે રસ લઈ તપાસ કરાવે તે ખૂબ જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590