રૂપિયા મેળવવા માટે મહિલા મિત્રએ તેની જ મિત્રને બ્લેકમેઇલ કરી અને તેની પાસેથી 3 લાખ રુપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. મહિલાને બેભાન કરી પરપુરુષ સાથે તેના ફોટા પાડી તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. જે મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી પતિ-પત્ની સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે. સાથે જ અન્ય કોઈ મહિલાને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા છે કે કેમ, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
સરદારનગર પોલીસની કસ્ટડીમાં આવેલા ત્રણ આરોપીઓના નામ પૂજા દાવર,તેના પતિ રાજેશ દાવર અને મંજુ અહુજા છે.ત્રણેય આરોપીઓ વિરુદ્ધ લોન એજન્ટ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય આરોપી પૂજા દાવરની મહિલા મિત્રને કેફી પીણું પીવડાવી પરપુરુષ સાથેના તેના ફોટા પાડ્યા હતા અને તે ફોટા વાયરલ ન કરવા માટે ફરિયાદી પાસેથી ₹3 લાખ પડાવી લીધા હતા.જોકે આરોપીએ વધુ 50 હજારની માંગ કરતા ફરિયાદીએ પરિવારને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જો ગુનાની વાત કરીએ તો, 2022માં ભોગ બનનાર આ ગુનાની સહઆરોપી મંજુ અહુજાને લઈ મુખ્ય આરોપી પૂજાના ઘરે લોનની કામગીરી માટે ગઈ હતી. તે સમયે ત્રણેય આરોપીએ રચેલા પ્લાન મુજબ અન્ય એક પુરુષ હાજર હતો અને ભોગ બનનારને કેફી પીણું પીવડાવી તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા. જે બાદ મહિલા પાસેથી અવારનવાર કુલ ૩ લાખ રૂપિયા આરોપીએ મેળવી લીધા હતા. તેમ છતાં આરોપીઓનો ત્રાસ ચાલુ રહેતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જે ગુનામાં પોલીસે પતિ-પત્ની અને અન્ય એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે,પોલીસની તપાસમાં વધુ એક મહિલા આ ટોળકીનો ભોગ બની છે. જેની પોલીસ શોધખોળ કરી વધુ એક ગુનો નોંધી શકે છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે અને આરોપીઓની ગુનાહિત કુંડળીમાં કેટલા ગુના ઉમેરાય છે તે જોવું મહત્વનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590