આ વખતે ચોમાસું સમયસર આવ્યું. સારો વરસાદ પણ થયો. પરંતુ હવે તે જવાનું નામ નથી લઈ રહ્યું. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો અનુસાર લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે આ વખતે ચોમાસાનું વિડ્રોલ એટલે કે તેની વિદાય મોડી થશે. તે સપ્ટેમ્બરના અંત સુધી અથવા તેનાથી પણ આગળ જઈ શકે છે. આવી સ્થિતિમાં ઉનાળામાં વાવેલા પાકોને નુકસાન થઈ શકે છે. ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ સપ્ટેમ્બરના મધ્યમાં કાપવામાં આવે છે. વરસાદ ચાલુ રહેશે તો કાપણી મુશ્કેલ થશે. પરંતુ આગામી પાક જે શિયાળામાં વાવવામાં આવે છે, તેને ફાયદો થશે કારણ કે જમીનમાં ભેજ જળવાઈ રહેશે. જેમ કે ઘઉં, ચણા વગેરે. હવામાન વિભાગના સીનિયર સાયન્ટિસ્ટે આ માહિતી સમાચાર એજન્સી રોયટર્સને આપી.
સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં લો પ્રેશર સિસ્ટમ બનતું દેખાઈ રહ્યું છે. જેના કારણે ચોમાસાની વિદાય મોડી થશે. ભારત ઘઉં, ખાંડ અને ચોખાનો વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ મોસમને કારણે ખેતી સાથે જોડાયેલી કમોડિટીના નિકાસ પર મુશ્કેલી આવશે. ચોમાસું જૂનમાં શરૂ થાય છે. 17 સપ્ટેમ્બર સુધીમાં પૂરું થઈ જાય છે. પરંતુ આ વખતે તે ઓક્ટોબરના મધ્ય સુધી ચાલતું દેખાઈ રહ્યું છે.
ભારતમાં ચોમાસું વાર્ષિક પાણીની જરૂરિયાતનો 70 ટકા હિસ્સો લઈને આવે છે. આનાથી ખેતી સારી થાય છે. જળાશયો ભરાય છે. અડધાથી વધુ ખેતી ચોમાસા પર નિર્ભર રહે છે. એવું થઈ શકે છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો વરસાદ લા નીના વેધર સિસ્ટમને કારણે થાય. આનાથી ચોમાસાના જવામાં વિલંબ થશે.
આખા દેશમાં જૂનના પહેલા અઠવાડિયામાં સાત ટકા વધારે વરસાદ થયો. કેટલાક રાજ્યોમાં સરેરાશથી 66 ટકા વધારે. જેનાથી પૂરની સ્થિતિ આવી. હવે જો સપ્ટેમ્બરના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ થાય છે, તો તેની અસર ઉનાળામાં વાવેલા પાક પર પડશે. આનાથી ખાદ્ય સામગ્રીની મોંઘવારી વધવાની શક્યાતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590