વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) આવ્યા બાદ પ્રદેશ ભાજપમાં ફરીથી બોર્ડ નિગમ અને આયોગમાં પદાધિકારીઓની નિયુક્તિનો મુદ્દો ચર્ચા પર આવ્યો છે. વડાપ્રધાનને ગુજરાત છોડ્યાને 24 કલાકની અંદર જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને (CM Bhupendra Patel) દિલ્હીનું તેડું આવતા બોર્ડ નિગમમાં નિયુક્તિનો મામલો ઉકેલ આવવાની આશા વધી છે.
દિવાળી પહેલા ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સામાજિક ક્ષેત્રના 12 જેટલા બોર્ડ નિગમ અને જાહેર સાહસો મહિલા આયોગ સહિતની ચાર મુખ્ય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ સભ્યોની નિયુક્તિ ટૂંક સમયમાં કરવામાં આવશે. રાજસ્થાન મધ્યપ્રદેશ અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન કે દિવાળીની આસપાસ આ ખાલી પદો પર ભાજપના નેતાઓને કાર્યકરોની નિમણૂક થાય તે માનવામાં આવી રહ્યું છે.
હાલ સરકાર અને સંગઠન ના સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના હસ્તક રહેલા નવનિગમો નું સંચાલન માત્ર વહીવટી અધિકારીઓને તાબે હોવાથી આર્થિક ગેર પ્રવૃતિઓ અને યોજનાથી અમલનો અભાવ જોવા મળતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ પદો તાત્કાલિકના ધોરણે ભરવામાં આવશે. તેમ માનવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તેને લઈને દિલ્હી ખાતે બેઠક બોલાવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આ પ્રવાસમાં તેમની સાથે કોણ જોડાયું છે તેનું હજુ પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે.
હાલ તો સીએમ દિલ્હી પહોંચી ચૂક્યા છે ને ગરવી ગુજરાત ભવનમાં કેટલીક ઔપચારિક મુલાકાતો બાદ તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે અલગ અલગ સમયે મુલાકાતો કરશે. ગુજરાતના વિકાસ લક્ષી પ્રોજેકટસ વિશે પણ રિપોર્ટ સોંપીને કેન્દ્રીય નેતૃત્વનું માર્ગદર્શન મેળવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590