સોનગઢ પોલીસે ધમોડી ગામમાંથી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરની ઝડપી પાડી હતી.તેમજ કુલ કિંમત રૂપિયા ૩૧,૬૫૦/- નો દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ધમોડી થી સરૈયા જતા રોડ પર કોકણી ફળીયામાં રહેતી મહિલા કુંજુ નરેશ ગામીત પોતાનની દુકાને ઈંગ્લિશ દારુનું વેચાણ કરે છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ કુંજુ નરેશ ગામીતની દુકાને રેડ કરી હતી.ત્યારે અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કુંજુ નરેશ ગામીત (રહે. ગોવળી ફળીયું,ધમોડી તા.સોનગઢ જી.તાપી )ની અટકાયત કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૩૧,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો મહિલા બુટલેગર ને આપી જનાર આશિષ (રહે.નંદુરબાર )ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590