સોનગઢ પોલીસે દેવલપાડા ગામ ખાતે દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરની ઝડપી પાડી હતી.તેમજ અંદાજે ૩૨ હજારનો પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,દેવલપાડા ગામ ખાતે સવિતા સૂર્યકાંત ઉર્ફે સુરેશ ગામીત પોતાના રહેણાંક ઘરમાં તથા તેના આગળના ભાગે આવેલી દુકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી રાખી,દારૂનું ચોરી છુપી વેચાણ કરે છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ દેવલપાડા ગામ ખાતે નિશાળ ફળિયામાં રહેતી સવિતા સૂર્યકાંત ઉર્ફે સુરેશ ગામીત ના ઘરે તથા દુકાનના ભાગે રેડ કરી હતી.ત્યારે ત્યાં પાસ પરમીટ વગરનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે મહિલા બુટલેગર સવિતા ગામીતની અટકાયત કરી હતી.તેમજ પોલીસે કુલ ૩૨,૮૩૦/- રૂપિયાનો દારૂનો જથ્થો (કુલ બોટલ નંગ-૩૫૪) જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590