૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલાનો એક વધુ કાર્યક્રમ આહવા ખાતે યોજાઈ ગયો.
યોગને દૈનિક જીવનમાં સામેલ કરાવવાની કવાયત ના ભાગરૂપે પ્રતિ વર્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કરાતા હોય છે. જેમાં પ્રજાજનો ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે.
સાવચેતી એ જ સલામતી એ નાતે ડાંગમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ડાંગ પોલીસના ચુનંદા જવાનોની એક બાઇક રેલીએ આહવા ખાતે વ્યાપક જન જાગૃતિ કેળવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બાઈક રેલીને નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલે ફ્લેગ બતાવી ને પ્રસ્થાન કરાવ્યું હતું.
આહવાની આ બાઈક રેલીમાં ૧૦૦ જેટલા બાઈક સવારો જોડાયા હતા. તેમણે આહવાના રાજમાર્ગ ઉપર યોગ વિષયક સૂત્રોચ્ચાર કરી વાતાવરણમાં ચેતના જગાવી હતી. રેલી પૂર્વે યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક શ્રીમતી સરિતાબેન ભોયે એ પોલીસ ગ્રાઉન્ડ પર જવાનોને યોગાભ્યાસ પણ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590