Latest News

ડોલવણ ખાતે કોન્ટ્રાક્ટર અને હાઇવે ઓથોરિટી ની બેદરકારીના કારણે યુવકે જીવ ગુમાવ્યો ...!

Proud Tapi 28 Oct, 2023 04:54 PM ગુજરાત

ડોલવણ ખાતે આવેલી માર્કેટ યાર્ડ પાસે ગરનાળાની કામગીરી ચાલી રહી છે.ત્યારે રોડની સાઈડમાં માટીના ઢગલા કરી દેવામાં આવ્યા છે.જેના કારણે રાત્રિના સમયે એક કન્ટેનર ચાલક એ સ્થાનિક યુવાનની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવકનું મોત નિપજ્યું હતું.કોન્ટ્રાક્ટર અને હાઇવે ઓથોરિટી ની બેદરકારીના લીધે યુવકે જીવ ગુમાવ્યો છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા.અને ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવી રાત્રે હાઇવે ચક્કાજામ કર્યો હતો.જોકે પોલીસે સમજાવટ કરી ચક્કાજામ ખુલ્લો કર્યો હતો અને વાહન વ્યવહાર શરૂ કર્યો હતો.

ડોલવણના દાદરી ફળિયા ખાતે રહેતા  અમિત મોહન ચૌધરી (ઉ.વ.૩૮) પોતાનાં કબજાની મોટરસાયકલ રજી. નં.GJ-26-P-7200 પર સવાર થઈ ડોલવણ થી વ્યારા જતા ને.હા.નં-૫૬ પર આવેલ માર્કેટ યાર્ડ સામે ગરનાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા.તેમજ માર્કેટ યાર્ડ પાસે ગરનાળાનું કામ ચાલુ હોવાથી  રોડની સાઇડમાં માટીનો ઢગ પડેલ હતો.ત્યારે કન્ટેનર રજી. નં. NL-01-AC- 1929 ના ચાલક એ  ડોલવણ ગામ માર્કેટ યાર્ડ પાસે માટીનો ઢગ હોવા છતાં પણ પોતાનું વાહન પુરઝડપે ચલાવી લાવ્યા હતા.અને અમિત મોહન ચૌધરી ની મોટરસાયકલને અડફેટમાં લઇ લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં સ્થાનિક યુવાનનું સ્થળ પર જ મોત નિપજતાં,કોન્ટ્રાકટર અને હાઇવે ઓથોરિટી ની બેદરકારીના લીધે યુવકે જીવ ગુમાવ્યો છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા.તેમજ ગ્રામજનોએ અક્સ્માત સર્જાતા ને.હા.૫૬ ઉપર ચક્કાજામ કરી દિધો હતો.જે અંગેની જાણ પોલીસને થતાં સ્થળ પર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.જે બાદ પોલીસ એ સ્થાનિકોને સમજાવતા હાઇવે પરનો ચક્કાજામ દૂર કરવામાં આવ્યો હતો.અને વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારે ડોલવણ પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post