Latest News

નર્મદા જિલ્લામાં 108 ઈમરજન્સી સેવા હોળી-ધુળેટીના તહેવારમાં ખડેપગે તૈનાત

Proud Tapi 23 Mar, 2024 02:34 PM ગુજરાત

હોળીને પ્રેમનો તહેવાર,રંગનો તહેવાર અને વસંતનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. હોળી એ બે દિવસનો તહેવાર છે. જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચું નાળિયેર અગ્નિમાં અર્પણ કરે છે. બીજો દિવસ રંગનો તહેવાર અથવા ધુળેટી જેમાં રંગીન પાણી છાંટીને એકબીજાને રંગો લગાવીને ઉજવે છે.

108 ઈમરજન્સી સેવા (EMRI GREEN HEALTH SERVICES ) નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરે છે અને કોઈપણ કટોકટી માટે 108 ડાયલ કરવાનલનું ભૂલશો નહીં તેવા સંદેશ સાથે છેલ્લા ત્રણ-ચાર વર્ષના તહેવારની ઇમર્જન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આ વર્ષે હોળીના તહેવારમાં વધારો થનાર જાણતો હોય, ઈમરજન્સી કેસને અને મીની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે તેથી રોડ ટ્રાફિક અકસ્માતમાં કેસો વધશે અને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસોમાં પણ વધારો થશે એવી સંભાવના દેખાઈ રહી છે.

હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાના પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો પર્વ ખુશી અને સલામતી પૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા નહી લઈ નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે. હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ કૃપા કરીને નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખીએ જેથી કરીને મોટી દુર્ઘટના ને ટાળી શકાય.

અહીંયા કેટલાક સૂચનો છે જે હોળીનો સંપૂર્ણ આનંદ માણવા માટે પાડવા જરૂરી છે.
મેડિકલ,પોલીસ કે ફાયર ની કોઈપણ કટોકટી ના કિસ્સામાં 108 પર કોલ કરો,સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો,હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો, હોળી રમતી વખતે આંખો અને હોઠ ને બંધ રાખીએ જેથી રંગો આંખો કે મોમાં ના જાય,હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો, ગુબ્બારા કે રંગોના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવો હેલ્મેટ પહેરો, 

હોળીના તહેવારમાં શું ના કરવું.
અસ્વચ્છ પાણીવાળા સ્ટોલ માંથી ખોરાક કે મીઠાઈ ન ખાવી,ચેહરા કે આંખો કે કાન તરફ નિર્દેશિત પાણી કે ફુગ્ગો ફેકશો નહીં,તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો...અને ઉજવણીની આવી અશુદ્ધ રીતો તરફ ક્યારે આંખ આડા કાન ન કરો, હોળીના દિવસે બહાર એકલા નીકળવાનું ટાળો કારણકે અસામાજિક તત્વો દ્વારા પજવણી થઈ શકે છે,હોળી ફક્ત અંગત મિત્રો અને પરિવારજનો સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી,ભીનાસવાળી અને લપસણી જગ્યાએ ચાલવાનું ટાળવું,ભીના હાથે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post