આહવા: ડાંગ જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં ડાંગ જિલ્લાના રાજવીઓ સાથે ડાંગ દરબાર-2023 ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. ડાંગ દરબાર નો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામાં આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામા આવે છે. ડાંગ દરબાર નુ ઉદ્ઘાટન માન.રાજ્યપાલના હસ્તે કરવામાં આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનુ સન્માન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ડાંગ દરબાર યોજવા અંગે તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સંભવીત તા.2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજવાનું નક્કી કરવામા આવ્યુ હતુ.
જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં નાયબ દંડક વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિત, અધિક નિવાસી કલેકટર પી.એ.ગાવીત, પ્રાંત અધિકારી એસ.ચૌહાણ, રાજવી કિરણસિંગ યશવંતરાવ ગાઢવી, તપતરાવ આનંદરાવ દહેર, છત્રસિંહ ભવરસિંહ લીંગા, ધનરાજસિંહ ચંદ્રસિંહ વાસુર્ણા, ત્રીકમરાવ સાહેબરાવ પીંપરી, તેમજ આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઇ, ઉપ સરપંચ હરિરામભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590