આહવા: ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે, તારીખ 11/2/23 ના રોજ જિલ્લા કક્ષાના યુવા સંસદ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ડાંગના ધારાસભ્ય તેમજ વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સરકારી કોલેજના આચાર્ય શ્રી ડો.યુ.કે.ગાગુર્ડે, કૃષિ યુનિવર્સિટી-વધઈ ના ડો. જે.જે પાસ્તુકિયા, સુમન હાઇસ્કુલ-સુરતના શ્રી ડો.સુરેશ અવૈયા, ટેકનિકલ કોલેજ-વઘઈના શ્રીમતી આરતીબેન ચૌધરી તેમજ ગૌરાંગભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
યુવા સંસદ કાર્યક્રમમા જી 20, બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ, મિશન લાઈફ અંગે યુવાનોને માર્ગદર્શન પૂરુ પાડવામા આવ્યુ હતુ. આ ક્ષેત્રના તજજ્ઞની ઉપસ્થિતિમા કોલેજના યુવાનોએ પ્રશ્નોત્તરી કરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું. કાર્યક્રમમાં ત્રણસોથી વધુ કોલેજ વિદ્યાર્થી, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડાંગના કલાકાર શ્રી ગૌરવ કટારે અને શ્રીમતી કલ્યાણી બેન પારેખે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંગીતમય ગાયન અને વાદ્ય કલા રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સંચાલન કોલેજના પ્રો.શ્રીમતી હેતલબેને કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590