૧૫ માં નાણાંપંચ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ઉચ્છલ તાલુકાના કક્ષાના કચરાપેટીના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે, તેવા આક્ષેપો સાથે વિરોધ પક્ષના નેતા મહેશ વળવી એ તાપી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરી હતી.
ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા ૧૫ માં નાણાપંચ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ માં કચરાપેટીની ખરીદી અંગે મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ તાલુકા પંચાયત દ્વારા જીઆના ટ્રેડર્સ ભરૂચ પાસેથી કચરાપેટી ખરીદવામાં આવી હતી.અને તાલુકા પંચાયત અથવા જીઆના એજન્સી દ્વારા તાલુકામાં અલગ અલગ જગ્યાએ કચરાપેટી મૂકવામાં આવી છે.પરંતુ નીતિ નિયમો અનુસાર કચરાપેટી મૂકવામાં આવેલ નથી.સુપ્રીમ કંપનીની કચરાપેટી ખરીદવામાં આવેલ છે, જે કચરાપેટી બજારમાં રૂ.૨૪૫૦/-ના ભાવે મળે છે પરંતુ આ કચરાપેટી ના એક નંગ ના રૂ ૮૯૭૦/-લેખે નંગ ૧૯૫ ના કુલ રૂપિયા ૨૭,૪૯,૧૫૦/- ચૂકવવામાં આવેલ છે. જેના કારણે ઉચ્છલ તાલુકા પંચાયતે દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તે સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.
તાલુકા પંચાયતના અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાના આર્થિક સ્વાર્થ માટે જનતાને અને સરકારની તિજોરી ને ચૂનો ચોપડવામાં રસ હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે. કચરાપેટી મૂકવાના કામમાં જો ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે અન્ય વિકાસના કામોમાં ઉચ્છલ તાલુકા પંચાયત દ્વારા કેટ કેટલોય ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હશે ? સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રકમનો ઉપયોગ જનહિતમાં ન કરીને સત્તાધીશો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે તે કેટલા અંશે યોગ્ય ?
ઉચ્છલ તાલુકા પંચાયતની આ પ્રકારની કામગીરીને કારણે કામ કરનાર જીઆના એજન્સી અને તાલુકા પંચાયત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.જેને લઇને ઉચ્છલ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મહેશ વળવી એ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું હતું.અને નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાલુકા પંચાયત અને એજન્સી સામે કાર્યવાહીના પગલાં લેવામાં આવે છે કે નહીં ? તેમજ નિષ્પક્ષ તપાસ થાય છે કે નહીં ? તે તો આવનાર સમયમાં જોવું રહ્યું !
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590