નાયબ દંડક વિજય પટેલના હસ્તે 1915 લાભાર્થીઓને વિવિધ સાધનોનું વિતરણ કરાયુ |
આહવા : ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના કાલીબેલ અને ભેંસકાતરી રેંજમાં વન વિભાગની ક્લસ્ટર યોજના અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને પતરા, થાંભલા, સ્કૂલના બાળકોને શૈક્ષણિક કીટ, કિસાન કીટ, આંબા કલમ ના લાભાર્થીઓને ટાંકી, પાઇપ, ફેરણા કીટ, મશરૂમ કીટ વગેરેનું વિતરણ કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભા ના નાયબ દંડક વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાયબ દંડક વિજય પટેલે જણાવ્યુ હતુ કે, બહેનો આર્થિક રીતે પગભર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી બહેનોને સખી મંડળની યોજના નો લાભ મળ્યો છે.પશુપાલન કે મશરૂમ જેવા વ્યવસાયથી બહેનો આર્થિક રીતે પગભર બની છે. જરૂરિયાતમંદ લાભાર્થીઓને યોજનાકીય સહાય આપવા બદલ વિજય પટેલે વન વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો.
નાયબ વન સંરક્ષક દિનેશ રબારી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વન વિભાગ મુખ્યત્વે વન રક્ષણ ઉપરાંત આનુષંગિક પ્રવૃત્તિઓ કરે છે. જેમાં EDC યોજના તમે જ ક્લસ્ટર યોજના અંતર્ગત વિવિધ લાભો આપવામાં આવે છે. રબારી એ ઉપસ્થિત ગ્રામજનોને સરકારી યોજનાકીય લાભો લેવા અનુરોધ કર્યો હતો. યોજનાકીય લાભો લઈ ને પગભર થવા માટે લોકોને અપીલ કરી હતી.
ગુજરાતમાં સૌ પ્રથમ કાલીબેલ ખાતે FPO બનાવવામાં આવેલ છે. જેમાં બહેનો સ્વતંત્ર રીતે પોતાનો ધંધો શરૂ શકશે. FPO બહેનોને સરકારી યોજનાકીય સહાય તેમજ આર્થિક રીતે પગભર બનવા માટે વન વિભાગ સહાય કરશે તેમ પણ દિનેશ રબારી એ જણાવ્યુ હતુ. આ પ્રસંગે ભેંસકાતરી આર.એફ.ઓ. સમીર કોંકણી, કોશીમદા તાલુકા સદસ્ય પાવુલ, તાલુકા સદસ્ય રતિલાલ, માજી સરપંચ કલ્પના, વન કર્મીઓ, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590