આહવા : BAPS સ્વામિનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-રંભાસ (ડાંગ) સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે, તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ માહલા, પૂ. મંગલનયન સ્વામી, પૂ. મુની ચરણ સ્વામી, ગામના આગેવાન ગણેશ માહલા તથા ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમા તાજેતરમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ અને ત્રીજી વાલી મિટિંગ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન, આરતી, પ્રદક્ષિણા અને પંચાંગ-પ્રણામ કરી પોતાના હાથે માતા-પિતાને સંપૂર્ણ ભોજન કરાવ્યું હતુ. આ પ્રસંગે પૂ. મંગલનયન સ્વામીજીએ ઉપસ્થિત વાલીઓને શ્રેષ્ઠ વાલી તરીકેની પોતાની ફરજો નો ઉપદેશ આપી, શાળામાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરવા માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના અતિથિ વિશેષ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ માહલા એ શાળાના શિસ્ત અને સંસ્કાર ની સરાહના કરી હતી. તથા ધોરણ-10 અને ધોરણ-12 ની બોર્ડની જાહેર પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590