Latest News

તાપી જિલ્લામાં પ્રથમ વખત આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારોને આપવામાં આવી 3-3 લાખની સહાય

Proud Tapi 20 Feb, 2023 08:27 PM ગુજરાત

            કોઇ પણ સહાય કોઈ વ્યક્તિ ની ખોટ પૂરી કરી શકતી નથી પરંતુ પરિવારને આર્થિક રૂપે મદદ રૂપ બનતા મુશ્કેલીઓથી ચોક્કસ બચાવી શકે છે. સોનગઢ તાલુકાના સીંગપુર ગામના વતની મંગલાબેન વિજયભાઇ ગામીત ના પતિ સ્વ.વિજયભાઇ ગામીત કલર કામ કરતા મજુર હતા.તેઓના પરિવારમાં પત્ની મંગલાબેન,માતા અને બે પુત્રો છે.એક દિવસ બાંધકામ સાઇટ ખાતે કલર કામ કરતી વેળા પતરુ તુટી જતા વિજયભાઇ નીચે પટકાતા મૃત્યુ પામ્યા હતા.પરિવારના વડાના મૃત્યુના સમાચાર મળતા સમગ્ર પરિવાર દુખમાં સપડાઇ ગયો હતો,પતિના મૃત્યુ બાદ મંગલાબેન પશુપાલન અને નાના-મોટા શીવણ કામ કરી ઘર ચલાવતા હતા.પિતાના મૃત્યુ બાદ મોટા દિકરા હાર્દિક ગામીતે પરીવારની જવાબદારી સંભાળવા અને માતાને સહારો બનવા રિક્ષા ચાલક તરીકે કામગીરી સંભાળતા પરિવાર ને થોડી રાહત મળી.નાનો દિકરો નિકુંજ ગામીત મજુરી કામ કરી પરિવાર નો સહારો બન્યો.આમ જેમ તેમ પરીવારે જીવન નિર્વાહ સંભાળ્યો.આ સમયે રાજ્ય સરકાર “નિરાધારનો આધાર” બની મદદ માટે આવી.ગામના જાગૃત નાગરિક દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ કાર્યરત તાપી જિલ્લા શ્રમ કચેરીને આ અંગે જાણકારી મળતા તેઓને આકસ્મિક મૃત્યુ સહાય યોજના અંગે શ્રમિક પરિવારને માહિતી આપી હતી.સંવેદનશીલ સરકારની સંવેદનશીલ કચેરી દ્વારા પ્રાથમિકતા આપી જરૂરી સાધનિક કાગળો તૈયાર કરી સરકારમાં આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ મંજુરી માટે હુકમો તૈયાર કરવામાં આવ્યા.જેના થકી તાપી જિલ્લામાં પ્રથમ વખત શ્રમિક પરિવારને 3 લાખની સહાય આપવામાં આવી હતી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ કાર્યરત આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ બે પરિવારે મેળવ્યો લાભ  

       આર્થિક સહાય મળતા ગંગાસ્વરૂપ મંગલાબેન સરકારનો આભાર માનતા જણાવે છે કે,“સરકારએ અમારા જેવા ગરીબ પરિવારની ચિંતા કરી છે.તમને આર્થિક સહાય પુરી પાડી છે જેના થકી અમને થોડી રાહત મળશે.સરકાર નો આભાર.”પરિવારનો મોટો દીકરો હાર્દિક ગામીત આ અંગે જણાવે છે કે,પિતાના મૃત્યુ બાદ સમગ્ર જવાબદારી મારા ઉપર આવી ગઈ.શુ કરીએ અને શુ નહી એવી પરિસ્થિતિમાં સરકારે અમને સહાય કરી છે જેના માટે અમે સરકાર અને બાંધકામ કચેરીની આભારી છીએ.”બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અસમર્થ બેન તેવી કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાની યોજના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ કાર્યરત છે.
                            આ અંગે વધુ જાણકારી આપતા તાપી જિલ્લા શ્રમ વિભાગના પ્રોજેક્ટ મેનેજર દિવ્યેશ પરમારે જણાવ્યું હતું કે,ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમયોગીઓ માટે 14થી વધુ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે.તાપી જિલ્લામાં પ્રથમ વખત આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને લાભ આપવામાં આવ્યો છે.જેમાં સોનગઢ તાલુકાના સિંગપુર ગામે રહેતા મંગલાબેન ગામીત  તથા વાલોડ તાલુકાના ભીમપોર ગામ ખાતે મૃતક સ્વ.શિલાષભાઇ પુનિયાભાઇ ગામીતના ગંગાસ્વરૂપા ગામીત રસીલાબેન એમ આ બંને પરિવારને 3-3 લાખની સહાય આપવામાં આવી છે.આમ,શ્રમિક પરીવારો માટે સાચા અર્થમાં ગુજરાત સરકાર અંત્યોદયની સેવાના ભાવ ને સાર્થક કરી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post