કોઇ પણ કામનો હેતું ફેર ન થાય જેથી કોઇ ગેરરીતિ કે કામ બેવડાવા જેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ |
તાપી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા આયોજન મંડળ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક આયોજન માટેની બેઠક રાજ્યના વન અને પર્યાવરણ,ક્લાઇમેટ ચેન્જ,જળ સંપતિ અને પાણી પુરવઠા અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્યો સહિત વિવિધ તાલુકા પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.આ બેઠકમાં વ્યારા,સોનગઢ,વાલોડ,ડોલવણ,ઉચ્છલ,નિઝર તથા કુકરમુંડા તાલુકા પંચાયત દ્વારા તાલુકા આયોજન સમિતિના ઠરાવ સહિત વ્યારા અને સોનગઢ નગરપાલિકા દ્વારા કારોબારી સમિતિના ઠરાવ અંતર્ગત વર્ષ: ૨૦૨૩-૨૪ માટેનું આયોજન મળી કુલ રૂ.૯૦૦ લાખની જોગવાઈઓના કુલ-૪૦૦ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન આપતા તેની પ્રગતિ હેઠળ ના કામો કઇ સ્થિતીએ પેન્ડીંગ છે તે જાણવા સ્વયં મુલાકાત લઇ રિપોર્ટ આપવા જણાવ્યું હતું.તેમણે તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા અને પ્રગતી હેઠળના કામોની સમયાંતરે ચકાસણી કરવા તાકીદ કરી હતી. તેમણે તાલુકાના ભૌગોલિક, આર્થિક પરિસ્થિતીના અનુસાર વિવિધ કામો મંજુર કરવા સૂચનો આપ્યા હતા.જેથી નાગરિકોની જરૂરિયાત સંતોષાય એમ ખાસ ભાર મૂક્યો હતો.અંતે તેમણે ઉપસ્થિત તમામને ખાસ સૂચન આપ્યું હતું કે,કોઈ પણ કામ નો હેતું ફેર ન થાય જેથી કોઇ ગેરરીતિ કે કામ બેવડાવા જેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય.
બેઠકના ઉપાધ્યક્ષ અને કલેકટર ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે,સરકારના નાણાં નો વ્યય ન થાય તે માટે આયોજન પહેલા તાલુકા કક્ષાએ જરૂરી તપાસ બાદ જ આયોજન મંજૂર કરાવવા સલાહ આપી હતી.તેમણે જિલ્લામાં કોઇ પણ કામનું રિપીટેશન ન થાય તે માટે જરૂરી પ્રમાણપત્રો આપવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચનો કર્યા હતા.જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.લેઉવાએ પ્રેઝન્ટેશન ના માધ્યમથી સમગ્ર બેઠક નું સંચાલન અને માહિતી રજુ કરી હતી.આ બેઠકમાં ઇંચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.વલવી, પ્રાયોજના વહિવટદારશ્રી અંકિતા પરમાર, ડી.સી.-1 તૃપ્તિ પટેલ,ગાંધીનગરથી ખાસ નિયુક્ત કરવામાં આવેલ નિરીક્ષક અધિકારી નવસારી જિલ્લા આયોજન અધિકારી ડી.એન. પટેલ, પ્રાંત અધિકારી વ્યારા,નિઝર,તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લા/તાલુકાના પદાધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590