તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ, શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર. જે. વલવી એ જાહેરનામું બહાર પાડી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.જાહેરનામા અનુસાર કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, સોટા, ધોકા, બંદુક, છરા લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું બીજું કોઈપણ સાધન સાથે લઇ જવું નહિં. કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના શસ્ત્રો, અથવા સાધનો લઇ જવા નહીં કે એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહીં.ધાર્મિક સ્થળોએ લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહિં. તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાં કોઇ પદાર્થ કે પાણી ભરીને ધાર્મિક સ્થળોએ ફેંકવા નહીં. કોઇ રાહદારી કે અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહીં.જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં, તેવા હાવભાવ, ચેષ્ટા કરવી નહીં કે તેવા ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહીં, બતાવવી નહિં અથવા તેનો ફેલાવો કરવો નહીં.જલતી અથવા પેટાવેલી મસાલ લઇ જવી નહીં. લોકોને અપમાનિત કરવાના ઇરાદાથી જાહેરમાં બૂમો પાડવી નહીં તથા સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેર સભા અથવા સરઘસનું આયોજન કરવું નહિં.
આ હુકમ સરકારી કર્મચારી કે કામ કરતી કોઈ પણ વ્યક્તિ કે જેને ઉપરી અધિકારીને સરકારી ફરજ બજાવવા, આવું કોઈ હથિયાર લઇ જવાની આજ્ઞા આપેલ હોય તેવા કિસ્સામાં, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડાએ અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને તથા જેને શારીરિક અશક્તિને કારણે લાકડી, લાઠી લઇ જવાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓને તથા સરકારી અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લગતા કાર્યક્રમો ને લાગુ પડશે નહિં.આ હુકમ તા.૦૩-૦૩-૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590