રાજપીપળા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવરને બસ ઉભી રાખવા બાબતે બસમાંથી ખેંચી માર મારી હુમલો કરનાર 2 ઈસમોને રાજપીપળા સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા અને રૂ. 5000 નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ના ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.
ફરિયાદી દિનેશભાઈ ગંભીરભાઈ વસાવા રાજપીપળા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકેની ફરજ બજાવે છે, જે તા. 23,12, 2018 ના રોજ એસટી બસ લઇ વડોદરાથી રાજપીપળા ખાતે આવ્યા હતા, ત્યારે આરોપી (1) મિલન નિખિલભાઇ પંડ્યા રહે. આશાપુરી માતા મંદિર પાસે, રાજપીપળા અને (2) તુષાર નકુલભાઈ તડવી રહે. જુના કોટ, રાજપીપળાનાએ ફરિયાદીને ગાળો બોલી કહ્યું કે કોર્ટે ત્રણ રસ્તા પાસે બસ કેમ ઉભી ન રાખી?
ત્યાર બાદ આરોપી (1) મિલન નિખિલભાઇ પંડ્યાએ ફરિયાદી દિનેશભાઈ ગંભીરભાઈ વસાવાને ડ્રાઇવર સીટ પરથી ખેંચી નીચે જમીન પર પાડી દઈ પહેરેલ યુનિફોર્મ ફાડી નાખી મારા મારી કરી હતી જ્યારે આરોપી (2) તુષાર નકુલભાઈ તડવી એ બસમાં ડ્રાઇવર સીટ પાછળથી લોખંડની ટામી લઈ ફરિયાદીને મારવા જતા ફરિયાદીને મારથી બચાવવા વચ્ચે પડેલા આ કેસના સાહેદ વિજય વસાવાને તુષાર તડવીએ હાથમાં ટામી મારી આંગળી ફેક્ચર કરી નાખી હતી. જે પ્રકરણ બાબતે ફરિયાદી દ્વારા સરકારી પર રૂકાવટ બાબતનો હુમલો કરનાર આરોપીઓ વિરુદ્ધ રાજપીપળા ટાઉન પોલીસ મથક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સમગ્ર પ્રકરણમાં પોલીસે તપાસ કરી કેસની ચાર્જસીટ કોર્ટમાં રજૂ કરી દીધી હતી, જે કેસ ચાલવા પર આવતા આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા તથા સરકારી વકીલ પ્રવીણકુમાર એચ પરમારની દલીલો ધ્યાને લઈ નર્મદા જિલ્લા એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા આરોપી મિલન પંડ્યા તથા તુષાર તડવીને તકસીરવાન ઠેરવી આરોપીઓને 3 વર્ષની સખત કેદ અને રૂ. 5000 નો દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડ ના ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590