પ્રથમ ઇન્ફોટેક ફાઉંડેશન તથા એસએપી (SAP) અને એલ.ટી.પી.સી.ટી (LTPCT) દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા આહવા ખાતે તા.૧૬ ના રોજ ડિજિટલ મેળો આયોજીત કરવામાં આવ્યો હતો. આ મેળામાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ દ્વારા TLM (ટીચિંગ લર્નિંગ મટીરીયલ), મોડેલ,કોડિંગ ચાર્ટ, ગેમ્સ, ફોટો ફ્રેમ બનાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.મેળાનું સમગ્ર સંચાલન પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશનના કમ્પ્યુટર ટ્રેનર દિવ્યેશ ગાઈન , શર્મિલા માહલા તથા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર મહેન્દ્ર રાઠોડ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અમરસિંહ એ.ગાંગોડા, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590