આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રાયોજના વહીવટદારની કચેરી ડાંગ આહવા દ્વારા ન્યુ પેટર્ન યોજના હેઠળના સને 2023-24 ના કામોના તાલુકા કક્ષાના આયોજન માટે પ્રાયોજના વહીવટદાર એમ.એલ.નલવાયા ડાંગ આહવા ના અધ્યક્ષપણા હેઠળ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજવામા આવી હતી. આહવા તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક પ્રાયોજના વહીવટદારની કચેરીના સભાખંડ આહવા ખાતે અને સુબીર તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક મામલતદારશ્રીની કચેરી, સુબિરના સભાખંડ તેમજ વઘઇ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક મામલતદારની કચેરી, વધઇના સભાખંડ ખાતે આયોજિત કરવામા આવેલ હતી.
આ ત્રણેય બેઠકોમાં માન. ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની હાજરીમાં તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયત શીટના ચૂટાયેલા સભ્યો /પદાધિકારીઓ અને જુદા જુદા ખાતાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. આહવા તાલુકામા સંભવિત જોગવાઈ રૂ. 407.76 લાખ, વઘઇ તાલુકામા 297.58 અને સુબિર તાલુકા માં રૂ.239.90 લાખના જુદા જુદા વિકાસના સદરો જેવા કે, પાક કૃષિ, પશુપાલન-ડેરી વિકાસ, મત્સ્યોદ્યોગ, વન વિકાસ, ગ્રામ વિકાસ, રસ્તા અને પુલો, સિંચાઈ, પાણી પુરવઠો, ઉર્જા વિકાસ, સામાન્ય શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, શ્રમ અને રોજગાર, ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગ, પોષણ અને મધ્યાહન ભોજન જેવા સદરોમા તાલુકાની જે તે સદરોની જોગવાઈ મર્યાદામા જરૂરીયાત અને અગ્રિમતા મુજબના કામોનું આયોજન કરવામા આવ્યુ હતુ.
બેઠકોમાં તાલુકાના તમામ ગામોમા સર્વાંગી વિકાસ લક્ષી યોજનાઓના અમલ બાબતે પણ વિગતે ચર્ચા- વિચારણા કરવામા આવી હતી અને જરૂરિયાત મુજબના વિવિધ કામો ની રજુઆતો સાંભળી તેના અમલ બાબતે જે તે ખાતાના અધિકારીઓને સકલનમા રાખી વિગતવાર જાણકારી અને ચર્ચા કરવામા આવી હતી.
પ્રાયોજના વહીવટદાર અને માન. ધારાસભ્ય તેમજ નાયબ મુખ્ય દંડક દ્વારા સરકારના આદિજાતિ વિકાસ વિભાગ, હસ્તકની આદિજાતિ લોકોનો સર્વાંગી વિકાસ માટેની વ્યકિતગત, રોજગારલક્ષી અને માળખાકીય સુવિધાની વિવિધ યોજનાઓની પારદર્શી અમલ બાબતે તમામ ખાતાના અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590