પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સહ ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો સામનો કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશાનુસાર પર્યાવરણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના સંકલ્પને જન-જન સુધી પહોંચાડી પર્યાવરણની સુરક્ષા અને વિકાસના આ અભિયાનને વેગવંતુ બનાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની આંગણવાડીઓમાં ત્રણ લાખ છોડ વાવવાની પહેલ કરવામાં આવેલ છે.
આ અભિયાન હેઠળ તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના સંકલિત બાળ વિકાસ વિભાગ (આઈ.સી.ડી.એસ.) હેઠળ આહવા તાલુકામાં ૨૦૧૫ છોડ, સુબીર તાલુકામાં ૧૨૦૭ છોડ અને વઘઇ તાલુકામાં ૧૦૮૧ છોડ મળી કુલ ૪૩૦૩ છોડોનું આંગણવાડી કક્ષાએ લાભાર્થીઓ, વાલીઓ, આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના અધિકારી, પ્રોગ્રામ ઑફિસર, તેમજ સ્થાનિક આગેવાનો, પદાધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590