સોનગઢ ખાતે ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.તેમજ પોલીસે સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૧,૮૩,૮૯૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે,સોનગઢ ખાતે આવેલ ઉમા એન્ટરપ્રાઇઝ ના નીચેના ભાગે આવેલ એક બંધ મકાનમાં ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમવામાં આવી રહ્યો છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ઉમા એન્ટરપ્રાઇઝ ના નીચેના ભાગે આવેલ જીતેન્દ્ર હરિલાલ અમૃતિયા ના મકાનમાં રેડ કરી હતી.ત્યારે પાંચ જેટલા ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી (૧) જીતેન્દ્રકુમાર હરિલાલ અમૃતિયા(જીતુ જેકે ટાયર ) (રહે-l.વ્યારા, પ્લોટ નં-૧૮, જળ દર્શન સોસાયટી, તળાવની પાળે, તા.વ્યારા, જી.તાપી),(૨)રાકેશ ચંદ્રવદન અગ્રવાલ,(રોશની ટાવરનો માલિક,રિલાયન્સ jio પેટ્રોલ પંપ નો માલિક ) ( રહે.સોનગઢ, જુનાગામ મસ્જીદ પાસે,તા.સોનગઢ, જી.તાપી),(૩)પંડીત રઘુનાથ સુર્યવંશી (રહે.સોનગઢ, જુનાગામ દક્ષિણ ફળીયું,તા.સોનગઢ, જી.તાપી)(૪)દિપકભાઇ પ્રવિણભાઇ ગામીત (રહે.સોનગઢ, ઉકાઇ રોડ, માધવ સોસાયટી વાંકવેલ. તા-સોનગઢ, જી.તાપી),(૫) શૈલેષ હિરાલાલ ગામીત રહે.જમફવા. નિશાળ ફળીયુ. તા-સોનગઢ, જી.તાપી) એમ મળી કુલ પાંચ ની અટક કરી હતી.તેમજ સ્થળ પરથી રોકડા રૂપિયા ૮૮,૮૯૦/- તથા મોટર સાયકલ નંગ -૩ જેની કિંમત રૂપિયા ૯૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૮૩,૮૯૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590