આંતરરાષ્ટ્રીય હળવા ધાન્ય વર્ષ - 2023 (મિલેટ વર્ષ) ના ભાગ રૂપે વઘઈ મા અન્ન અવેરનેસ રેલી યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયતની ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિ ના અધ્યક્ષ સવિતાબેન ભોંયે દ્વારા રેલીની શરૂઆત મિલેટ રીસર્ચ સેન્ટર કેમ્પસની લીલી ઝંડી બતાવી કરવામાં આવી હતી. રેલીમાં નાગલી(રાગી) ખાઈએ, તંદુરસ્ત રહીએ, આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ, જય જવાન જય કિસાન જેવા વિવિધ નારાઓ ગૂંજ્યા હતા.
તેમજ એગ્રીકલ્ચર કોલેજ-વઘઈ, જિલ્લા ખેતીવાડી વિભાગ, અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતી યોજના (PMFME)ની ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી - રાજ્ય કક્ષા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પણ ખેડૂતો, યુવા ઉદ્યમીઓ તેમજ જન જન સુધી યોજના ની માહિતી પહોંચે એવા હેતુથી PMFME યોજના, પ્રાકૃતિક કૃષિ, સંશોધિત બીયારણના ઉપયોગ ને લગતા સૂત્રો તેમજ અપીલના બેનર સાથે એગ્રીકલ્ચર કોલેજ વઘઈ ના વિધાર્થીઓ, પ્રોફેસરો, KVK તેમજ મિલેટ રીસર્ચ સેન્ટર નાં સાયન્ટિસ્ટો, જિલ્લા ખેતીવાડી અધિકારી,લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ,ટ્રુ લાઈફ એન્ટરપ્રાઈઝ CBBO અને હેન્ડ હોલ્ડિંગ એજન્સીના સ્ટેટ નોડલ ઓફિસર તેમજ જિલ્લાના તમામ કર્મચારીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590