આહવા: ડાંગ ની ભવ્ય ભાતીગળ લોક સંસ્કૃતિ ને ઉજાગર કરતા ડાંગ દરબાર ના ઐતિહાસિક લોકમેળાની શાહી સવારી, આહવાના આંગણે પધારી રહી હકે ત્યારે, આ પરંપરાગત લોકમેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થાને જિલ્લા પ્રશાસને આખરી ઓપ આપ્યો છે. આગામી તા. ૨ થી ૬ માર્ચ, ૨૦૨૩ દરમિયાન આહવાના આંગણે યોજાનારા આ મેળાના ઉદ્દધાટન સમારોહ અગાઉ યોજાતી, રાજવીઓની ભવ્ય શોભાયાત્રા,અને આહવાના રાજમાર્ગો ઉપર યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માન રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં યોજાતો ઉદ્દઘાટન કાર્યક્રમ, રાજવીઓના સન્માન નો કાર્યક્રમ તથા મેળા દરમિયાન રોજ રાત્રિએ યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને આખરી ઓપ આપતા કલેકટર વિપીન ગર્ગ એ, સૌને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરી હતી.મેળા દરમિયાન જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગો, દ્વારા પ્રદર્શિત કરતા માહિતી પ્રદર્શન સ્ટોલ્સને પણ વધુ લોકભોગ્ય બનાવવાની હિમાયત કરતા કલેક્ટરે સ્થાનિક સખી મંડળોના વેચાણ-પ્રદર્શન સ્ટોલ્સનો પણ વધુમાં વધુ લોકો લાભ લે તેવા પ્રયાસો હાથ ધરવાની સૂચના આપી હતી.
સમગ્ર મેળા દરમિયાન આહવા ખાતે સ્વચ્છતા જળવાઈ રહે કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમન સુચાર રીતે જળવાઈ રહે તે આવશ્યક છે તેમ જણાવતા કલેકટરે સંબંધિત વિભાગોને સમયસર કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.દરમિયાન બેઠકમાં ઉપસ્થિત રહેલા વાસુર્ણા ના રાજવી ધનરાજસિંહ સુર્યવંશીએ પણ ઉપયોગી સૂચનો રજુ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની પસંદગીમાં વિવિધતા જળવાઈ રહે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું.રાજવીએ મેળાનો યોગ્ય પ્રચાર-પ્રસાર અને મેળો મ્હાળવા આવતા પ્રજાજનોને પૂર્ણ મનોરંજન મળી રહે તે બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ગાઢવી ના રાજવીએ પણ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. ડાંગ દરબાર-૨૦૨૩ આયોજન વ્યવસ્થાને આખરી ઓપ આપતા કલેક્ટરે જુદી જુદી કમીટિઓની કામગીરીની પણ સમીક્ષા હાથ ધરી હતી. નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગાવિતે બેઠકની કાર્યવાહી સંભાળતા સમિતિઓ દ્વારા હાથ ધરાયેલી કમિટિની વિગતો મેળવી હતી. પોલીસ અધિક્ષક સુનિલ પાટીલ તથા નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ ચર્ચામાં ભાગ લેતા ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590