ડાંગ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેડળ જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજવામા આવી હતી. બેઠકમા ડાંગ જિલ્લા રોજગાર અધિકારી વિનોદભાઇ ભોયે દ્વારા એપ્રિલ – 2022 થી ડિસેમ્બર -2022 ના સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી આહવા ડાંગ ની કામગીરી ની આંકડાકીય માહિતી આપી હતી.
ઔધોગિક ભરતી મેળા (ખાનગી ક્ષેત્રમાં) કુલ 28 ભરતીમેળાનું આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં કુલ – 598 ઉમેદવારોને પસંદગી કરવામા આવી છે. જિલ્લા કચેરીએ નામ નોંધણી અનુ.જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચ, અન્ય મળી કુલ – 954 ઉમેદવારોની નામ નોંધણી થયેલ છે. 13 જેટલા સ્વરોજગાર કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમા 285 ઉમેદવારોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે બોલાવવામાં આવેલ હતા અને કુલ - 850 ઉમેદવારો હાજર રહી માર્ગદર્શન મેળવ્યુ હતુ. શાળાઓ અને કોલેજોમાં રોજગાર કચેરીના કરીયર કાઉન્સેલરો દ્વારા સેમિનારો યોજી કરિયર પ્લાનિંગ અંગે સમજ આપવામાં આવે છે. જેમાં કુલ – 35 સેમિનાર યોજવામાં આવ્યા હતા અને કુલ – 3394 ઉમેદવારોએ માર્ગદર્શન મેળવ્યુ હતુ.જિલ્લાની આર્મી/લશ્કરી ભરતી તાલીમમા 60 ઉમેદવારોને ભરતી માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી કુલ – 14 જેટલા ઉમેદવારો દોડ માં પાસ થયા હતા અને મેડિકલમાં કુલ – 06 ઉમેદવારો પાસ થયા હતા, 01 ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થઈ લશ્કર માં જોડાઈ બિહાર ખાતે તાલીમ લઈ રહયો હોવાનું પણ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590