તાપી જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ કુલ-૪૧ જેટલા કર્મયોગીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરાયા
તાપી જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી ડોલવણ તાલુકામાં જિલ્લા કલેકટર ડૉ.વિપિન ગર્ગની હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ વિભાગના જવાનો,આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગના કર્મચારીઓ અને જિલ્લાનું નામ રોશન કરનાર રમત વીરો નું સન્માન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં આજે 77 માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે તાપી જિલ્લામાં પણ તેની શાળા,કોલેજ,સરકારી અર્ધસરકારી, સહકારી ક્ષેત્રે ઉજવણી થઈ હતી . તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડોલવણ તાલુકામાં જિલ્લા કલેકટર ડો. વિપીન ગર્ગ ના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પર્વ નિમિતે તાપી જિલ્લા પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી કર્મચારીઓ અને રમત ગમત ક્ષેત્રમાં તાપી જિલ્લાનું નામ રોશન કરનાર રમતવીરોનું તાપી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વ માં વ્યારા, ડોલવણ વાલોડની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દેશ ભક્તિના ગીતો સાથે નૃત્ય કરી સ્વતંત્રતા પર્વની શોભા વધારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590