નવી દિલ્હી. વિશ્વના 89 દેશોની જેલોમાં 9521 ભારતીય નાગરિકો કેદ છે. આમાંના મોટાભાગના ભારતીય નાગરિકો ખાડી દેશો અને નેપાળની જેલોમાં કેદ છે. અમેરિકા, બ્રિટન, ચીન, ઈટાલી, પાકિસ્તાન અને મલેશિયાની જેલમાં બંધ ભારતીયોની સંખ્યા પણ સેંકડોમાં છે. 2200 ભારતીય નાગરિકો સાઉદી અરેબિયામાં, 2143 UAEમાં અને 9521 નેપાળમાં કેદ છે.
ગુરુવારે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપતાં વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કહ્યું કે ઘણા દેશો કડક ગોપનીયતા કાયદાઓને કારણે કેદીઓની માહિતી સરળતાથી શેર કરતા નથી. માહિતી આપનારા દેશો પણ વિદેશી કેદીઓ વિશે વિગતવાર માહિતી આપવાનું ટાળે છે. રાજદ્વારી ચેનલોથી મળેલી માહિતી અનુસાર, વિદેશી જેલમાં બંધ ભારતીયોને શક્ય તમામ મદદ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવે છે.
આ દેશોમાં સૌથી વધુ ભારતીય કેદીઓ છે
યુએઇ 2143
સાઉદી અરેબિયા 2200
નેપાળ 1227
કતાર 752
કુવૈત 410
મલેશિયા 309
પાકિસ્તાન 308
અમેરિકા 170
બહેરીન 310
બ્રિટન 278
ચીન 180
ઇટાલી 165
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590