ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલના અધ્યક્ષ સ્થાને તા. ૪થી નવેમ્બરના રોજ,આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરીની ઉપસ્થિતિમા ડાંગ જિલ્લા સેવા સદનના સભાખંડમા, આહવા તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમા આહવા તાલુકાના લાભાર્થીઓના આવાસ યોજનાના હપ્તા જમા કરવા, તેમજ પુર્વપટ્ટી વિસ્તારના ચિંચલી ખાતે કાયમી જમાદારની નિમણુક કરવા ઉપરાંત, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત કોઈ લાભાર્થી કાર્ડ વિના રહી ન જાય તે માટે ઝુંબેશ હાથ ધરવા સુરેશભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ. આહવા ગ્રામ પંચાયતની ડમ્પીંગ સાઇટની જગ્યા પસંદ કરી યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરવો,તેમજ વન વિભાગના પ્રશ્નોનીના નિકાલની ચર્ચા પ્રાંત અધિકારી પટેલ દ્વારા કરવામા આવી હતી. વધુમા પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ઝુંબેશ હાથ ધરવા જણાવ્યુ હતુ. જેમા કોઇ મતદાર રહી ના જાય તે માટે યુવાઓને VOTER HELPLINE એપ ડાઉનલોડ કરી, તેનો ઉપયોગ કરવા તેમજ વધુમા વધુ યુવા મતદારોને એપનો ઉપયોગ કરી નામ દાખલ કરવા કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે બી.એલ.ઓ.ની કામગીરીનુ નિરિક્ષણ કરવા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વિજયભાઇ દેશમુખને જણાવ્યુ હતુ. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમા વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590