લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના બોગસ ડોક્ટર હેમંત પાટીલ દ્વારા 2 મહિના અગાઉ દર્દી નું ઓપરેશન કર્યું હતું, જે બાદ દર્દીનું ઓપરેશન ફેલ ગયું હતું . ત્યારે બોગસ ડોક્ટર સામે ફરિયાદ નોંધાતા,2 માસથી નાસતો ફરતો હતો.તેની ધરપકડ કરવામાં આવી છે.
લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સોનગઢ તથા રીધમ હોસ્પિટલ વ્યારા ખાતે બોગસ ડોક્ટર હેમંત પાટીલ કામ કરી રહ્યો હતો. જેની પાસે માન્યતા પ્રાપ્ત મેડિકલ ડોક્ટર કે સર્જનની ડિગ્રી ન હોવા છતાં પણ દાકતરી સારવાર કરી રહ્યા હતા અને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા.
ત્યારે સોનગઢના ભાવિનસિંહ અર્જુનસિંહ ચૌહાણ (રહે, સનસીટી,સોનગઢ તા.સોનગઢ જી.તાપી ) ના પિતાજી ના જમણા થાપાનું બે વાર ઓપરેશન બોગસ ડોક્ટર હેમંત પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ભાવિન સિંહ ચૌહાણનું જમણા પગે ગાંઠનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. .બોગસ ડોક્ટર દ્વારા ઈરાદાપૂર્વક આ કામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ નોંધવામાં આવી હતી.જોકે બોગસ ડોક્ટર હેમંત મુરલીધર પાટીલ 2 મહિનાથી નાસતો ફરતો હતો.
સોનગઢ પોલીસે બોગસ ડો.હેમંત મુરલીધર પાટીલ ઉર્ફે સોનવણેની ટેકનિકલ સર્વેલન્સના આધારે ભરૂચ જિલ્લા પોલીસની મદદ મેળવી જંબુસર ખાતે આવેલ હોટલ કલાસિક હોટલમાંથી તેને ઝડપી પાડ્યો હતો. તા. 08/07/2023 ના રોજ સોનગઢ પોલીસે તેની ધરપકડ કરી,નામદાર કોર્ટમાં રજુ કરેલ ત્યારે નામદાર કોર્ટે 2 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલ છે.
ઉલ્લેખનીય છે કે,લોકમાન્ય હોસ્પિટલ અને જીજાવુ લેબના સંચાલક વિજયભાઇ સુખદેવભાઇ બેડસે (રહે.સોનગઢ સપ્તેશ્વર નગર, તા.સોનગઢ જી,તાપી મૂળ રહે.ભડગાવ ગામ, તા સાડી જી.ધુલે મહારાષ્ટ્ર ) અને વિલાસભાઇ શ્રાવણભાઇ શિંદે (હાલ રહે.સોનગઢ સંતશ્વર નગર,તા-સોનગઢ જી.તાપી) ની તા.૦૬/૦૬/૨૦૨૩ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590