Latest News

આહવા દીપ દર્શન ઉ.મા શાળા માં રાષ્ટ્રીય સેવા યોજના અંગે શિબિર કાર્યક્રમ યોજાયો

Proud Tapi 23 Feb, 2023 07:15 PM ડાંગ

આહવા : વિદ્યાર્થીઓમાં રહેલી આવડત અને ગુણોનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે માટે રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) પણ એક ભાગ છે. આ યોજના થકી વિદ્યાર્થીઓને સમાજમા સાથે તાલ મિલાવવા નો અવસર મળે છે. દીપ દર્શન ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા માં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત (એન.એસ.એસ)ની ખાસ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં શાળાના કુલ 60 સ્વયંસેવકો તથા શાળાના શિક્ષકો ગામીત વિજયાબેન તથા પ્રોગ્રામ ઓફિસર ગામીત પ્રકાશભાઇએ ભાગ લીધો હતો.
   શાળાના આચાર્ય સુહાસીની જે. પરમાર ના માર્ગદર્શન હેઠળ ટીમે ગોંડલવિહીર ગામની પસંદગી કરી વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સેવા કાર્યો કરવામા આવ્યા હતા. ગામની સફાઇ, શેરી નાટકો, વ્યસન મુકિતના કાર્યક્રમો અને સરકારની ગ્રામ વિકાસલક્ષી યોજનાઓની અંગે ગામ લોકોને સમજ આપી હતી. શિબિરમાં ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી  વિજયભાઇ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના વિકાસમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકાય તથા સ્વ નો વિકાસ કરવા માટે કેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ  તે અંગેની પ્રેરક વાતો વિદ્યાર્થીઓને કરી હતી. તેમજ શિબિર દરમિયાન બાળકોને નેતૃત્વની, કુંટુંબની, અને સ્વ ઓળખ ની ભાવના જગાવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post