વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા થી ધરમપુર તરફ જતા માર્ગ પર એક મારુતિ સુઝુકીની ફંટી ગાડીમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી જવા પામી હતી.જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી.અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા થી ધરમપુર તરફ જતા માર્ગ પર એક મારુતિ સુઝુકીની ફંટી ગાડી માં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી.ઘોડમાલ ખાતેના એક પરિવારના સભ્યો વાંસદા ખાતે કોઈક કામઅર્થે આવ્યા હતાં.ત્યારે પરત ફરતી વેળા ગાડી માં ધૂમાડો નીકળતા સમય સૂચકતાનો ઉપયોગ કરીને પરિવારના સભ્યો બહાર નીકળી ગયા હતા.જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાની જાણ વાંસદા પોલીસને થતા સ્થળ પર આવી પહોંચી હતી. આ ગાડી CNG હોવાથી આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે જ પહેલા વાંસદા ફાયર વિભાગ ની ટીમ આવી પહોંચી હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો.તેમજ મુખ્યમાર્ગ પર ગાડીમાં આગ લાગતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590