નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં લગ્નમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી માથાકૂટ બાદ મારામારી કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના મોટાપીપરિયા ગામે રહેતા ભાવેશ શૈલેષ તડવી ના લગ્ન હોય તેમની જાનની તૈયારી મુકેશ અરવિંદ તડવી કરી રહ્યા હતા.જે દરમિયાન ફટાકડા ફોડી આતશબાજી કરતા હતા,તે સમયે અશોક સુમન તડવી ના ઘર પર આગ થી સળગતો ફટાકડો પડતાં અશોકના ઘર પર મુકેલ ઘાસમાં આગ લાગી હતી.જે બાદ હાર્દિક મનહર તડવી ને ફટાકડા નહીં ફોડવા નવીન જગદીશ તડવી જણાવે છે ,જે દરમિયાન નવીન ને બરડાના ભાગે હાર્દિક દ્વારા લાફો મારવા માં આવે છે.જે દરમિયાન ત્યાં આવી પહોંચેલ મુકેશ ઝગડો નહીં કરવા જણાવે છે.ત્યારે મુકેશને જયેન્દ્ર બાબુ તડવી ત્યાં દોડી આવી ગાળા ગાળી કારી મુકેશને પાછળથી પકડી રાખી હાર્દિક દ્વારા માર મારવામાં આવ્યો હતો,તેમજ હાર્દિકના હાથમાં પહેરેલા કડા વડે કપાળના ભાગે તથા માથાથાન પાછળના ભાગે મારતા મુકેશ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બનાવને લઇ મુકેશે ગરુડેશ્વર પોલીસ મથકે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590