ગત તા.૨૫/૫/૨૦૨૪ ના રોજ રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં બનેલ આગની ઘટનાને ધ્યાને લઇ,ડાંગ જિલ્લામાં પણ કોઇ અઘટિત ઘટના ન બને તે હેતુસર તા.૧/૬/૨૦૨૪ ના રોજ, જિલ્લા કલેકટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ફાયર સેફટી અંગેની બેઠક યોજવામાં આવી હતી.
જેમા જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ ખાતાના વડા અધિકારીશ્રીઓને તેઓની કચેરી તેમજ કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ જાહેર સ્થળો, હોટેલ રેસ્ટોરન્ટ,તમામ શાળા કોલેજો, એડવેન્ચર એક્ટિવિટ્સ, વોટર એક્ટિવિટીસ તળાવો, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશન, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો વિગેરે જગ્યાએ ફાયરના સાધનોની પૂરતી ચકાસણી કરવા તથા ફાયર સેફ્ટી અંતર્ગત જરૂરી અન્ય સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ, ઉત્તરના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબિયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590