ગોધરા ખાતે રાજય અનામત પોલીસ દળ જુથ ૫ માં ફરજ બજાવતા પતિએ આહવા ખાતે રહેતી પત્નીને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને મારઝૂડ કરતો હતો, ત્યારે સમગ્ર મામલો મહિલા પોલીસ મથકે પહોંચ્યો હતો.
આહવા ખાતે રહેતા અવિનાશ કમલાકર શેવુરના લગ્ન ૧૫ વર્ષ પહેલાં થયા હતા.અને પતિ - પત્ની પરિવાર સાથે આહવા ખાતે રહેતા હતા.જે બાદ અવિનાશ કમલાકર શેવુરની વર્ષ ૨૦૧૩ ના વર્ષમાં રાજય અનામત પોલીસ દળ જુથ ૫ ગોધરા ખાતે નોકરી લાગી હતી.ત્યારે પતિ પત્ની અને તેમના બાળકો સાથે ગોધરા ખાતે રૂમ રાખીને રહેતા હતા. તે સમયે પતિ અવિનાશ ના વ્યવહાર માં પરિવર્તન આવવા લાગ્યો હતો. અને પતિ અવિનાશ પત્નીને શારીરિક -માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો.પત્નીને નાની નાની વાતોમાં ઝગડાઓ કરવા લાગ્યો હતો. તે વખતે પત્ની પ્રેગ્નેટ હતી. અને આઠ માસનો ગર્ભ જતો હતો જેથી ડીલીવરી માટે ગોધરા થી આહવા ખાતે પત્નીને મૂકી આવ્યા હતા.જે બાદ ડિલિવરી થયા પછી અચાનક પત્ની ગોધરા પોલીસ લાઈનમાં ગોધરા ખાતે પહોંચી હતી. તે સમયે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારે પત્ની પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કર્યો હતો.તે વેળાએ પતિ અવિનાશ અન્ય સ્ત્રી સાથે રૂમમાં હતાં.ત્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.ત્યાર પછી પતિ અવિનાશ એ અન્ય સ્ત્રીને આહવા ખાતે લઇ ગયો હતો. ત્યારે બંને જણાને આહવા ખાતે લાવી ઘરના સભ્યોએ સમજાવી તેમને અલગ કર્યા હતા. અને પતિ અવિનાશ એ પણ બાંહેધરી આપી હતી કે,અન્ય સ્ત્રી સાથે સંબંધ નહીં રાખું.તેમ છતાં પણ પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખ્યો હતો.જે બાદ પત્નીએ બે વખત મહિલા પોલીસ મથકે અરજી કરી જણાવ્યું હતું કે,પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવે છે અને પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે છે.ત્યારે પતિએ ફરી બાંહેધરી આપી હતી.પરંતુ હવે પતિ અવિનાશનો અસહ્ય ત્રાસ વધવા પામ્યો છે અને પતિ અન્ય સ્ત્રી ને જ પત્ની તરીકે રાખવા માંગે છે.અને પત્નીને છોડવા માંગે છે આમ કહી પત્નીને ત્રાસ આપતો હોય છે.જેથી પતિ દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતા પત્ની મહિલા પોલીસ મથકે પહોંચી હતી.ત્યારે સમગ્ર મામલાને લઈને મહિલા પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે,અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590