વાલોડ તાલુકાના કહેર -કલમકુઈ ખાતે આવેલ ગ્રામભારતીમાં ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ગત તારીખ 23 જુલાઈ 2023 ના રોજ વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ તથા શ્રી સાર્વજનિક મહિલા મંડળ બારડોલી શાખા અખિલ હિંદ મહિલા પરિષદ ના સંયુક્ત ઉપક્રમે વાલોડ તાલુકાના કહેર - કલમકુઈની વિનય મંદિર ગ્રામભારતી માં વિદ્યાર્થીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 9 અને 10 ની કુલ 46 વિદ્યાર્થીનીઓ અને કુલ 74 વિદ્યાર્થી એમ મળી કુલ 120 જેટલા વિદ્યાર્થીઓના મેડિકલ ચેકઅપ તારલાબેન શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.જેમાં ડો. લક્ષ્મીબેન ગાંધીના નેતૃત્વ હેઠળ બારડોલી ના જાણીતા ડો. બિમલ ગાંધી તથા ડો. અર્વિન ગાંધી સર્જન સ્પેશિયાલિસ્ટ, ડો. રાહુલ ગાંધી ઓર્થોપેડિક, ડો.મુનીમ વ્યાસ આંખના વગેરે ડોકટરોએ સેવા આપી હતી. તેમજ તમામ વિદ્યાર્થીઓને આરોગ્યની દ્રષ્ટિએ એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે. કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થી ના પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી હાઈઝીંગ કીટ આપવામાં આવી હતી. તેમજ શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ એ કાર્યક્રમના અંતે સૌનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590