ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમા જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટી ડાંગ-આહવાની ગવર્નિંગ બોડીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા જિલ્લા કલેક્ટર મહેશ પટેલે તમામ આયુર્વેદ દવાખાનાઓ તથા આયુર્વેદ હોસ્પિટલ માટે અપગ્રેશન ઓફ આયુષ ડિસ્પેનસરીમાં ઈનવેટરને પ્રથમ પ્રાયોરિટી આપવા સુચવ્યુ હતુ. તેમજ સુબીર અને સાપુતારા ખાતે નવા આયુર્વેદ દવાખાનાઓ શરૂ કરવા માટે જમીન બાબતે આર.એફ.ઓ. વન વિભાગ સાથે ચર્ચા કરવા કમીટીના સભ્યોને જણાવ્યુ હતુ.
આ ઉપરાંત આયુર્વિદ્યા પ્રોગ્રામ યોજવા જિલ્લાની શાળા,કોલેજોનો સમાવેશ કરવા કમીટી સભ્યોને જણાવ્યુ હતુ. તેમજ જિલ્લામા ઉપયોગી આયુર્વેદને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમા જિલ્લા આયુષ અધિકારી વૈદ્ય મિલન.એન.દશોંદી, સહિત અન્ય કમીટી સભ્યો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590